Site icon hindi.revoi.in

ઝારખંડની 3 વર્ષની બાળકીના ગેંગરેપ અને હત્યાની ઘટનાઃ બન્ને આરોપીઓની ધરપકડ

Social Share

ઝારખંડની દર્દનાક ઘટના

માસુમ સાથે હેવાનોએ હદ પાર કરી

 ગેંગરેપ કરીને બાળકીનું ગળું કાપ્યું

નરાધમાઓ 3 વર્ષની બાળકીને મોત આપ્યું

પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી

ઝારખંડના જમશેદ પુરમાં હેવાનીયતની હદ વટાવનારી એક ઘટના સામે આવી હતી, રેલ્વે સેટેશન પર પોતાની મા સાથે એક ત્રણ વર્ષની બાળકી સુઈ રહી હતી જેને એક વ્યક્તિએ ઉપાડી જઈને પોતાના મિત્ર સાથે મળીને બાળકીની પીખીં નાખી હતી જ્યારે  માસુમ બાળકીથી દર્દને સહન ન થતા તે રડવા લાગી ત્યારે નરાધમોએ બાળકીનું માથું કાપી ધડથી અલગ કરી નાખ્યું, ત્યારે  ઘટનાને લઈને સરકારી રેલવે પોલીસે સીસીટીવીની મદદથી બન્ને આપોરીઓની ઘરપકડ કરી છે.

25 જુલાઈની રાત્રે 11 વાગ્યે સપાસ ટેલ્કોનો રહેવાસી રિંકુ સાહૂએ ટાટાનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પાસેથી ત્રણ વર્ષની બાળકીનું પહરણ કર્યું હતુ , ત્યાર બાદ બાળકીને સ્ટેશનથી 4 કિલો મીટર દુર ટેલ્કો સ્થિત આઈએસડબલ્યૂપી કંપનીના ફેબ્રીકેશન યાર્ડમાં લઈ ગયો હતો અને ત્યા તેના મિત્ર કૈલાશને ફોન કરીને બોલાવ્યો હતો ત્યાર બાદ  બન્ને હેવાનોએ મળીને માસુમ બાળકી સાથે બળાત્કાર કર્યો હતો ને બાળકી થી પીડા સહન ન થતા રો કકળ કરતા તેનું ગળું કાપી ઘડથી અલગ કરી નાખ્યું હતું આ હ્વદય હચમચાવનારી ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોક ફેલાયો છે ત્યારે અભિનેત્રી અનુશ્કા શર્માએ ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે

આ ઘટના સીસીટીવીમાં દેક થઈ હતી, ત્યારે  આ ઘટના વિશે આરોપી રિંકુ સાહુંએ જણાવ્યું કે તેણે આ શરમજનક કૃત્ય પોતાના મિત્ર 38 વર્ષિય કૈલાશ કુમાર સાથે મળીને કર્યું હતું. માસુમ બાળકી સાથે બન્ને નરાધમોએ રેપ કર્યા બાદ બાળકીનું ગળું કાપીને રામાધીન બાગમાં તેને ફેંકી દીધી હતી ત્યારે આ ઘટનાના મુખ્ય આરોપી રિંકુએ કહ્યું કે તે નાશાનો આદી છે અને આ પહેલા પણ તે આવી શરમ જનક ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે, સાથે કેટલાક બાળકોનું અપહરણ કરીને પૈસા કમાવવા માટે બાળકોને વેચી મારે છે ત્યારે પોલીસે બાળકીની લાશને કબ્જે કરી છે

આ બાળકીની મા  એ 26 જુલાઈના રોજ ટાટાનગર પોલીસ સ્ટેશનમાં બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ પોલીસે સીસીટીવીની મદદ લઈને આ નરાધમ આરોપીઓની ધરપકડ કરી હતી હાલ આરોપીઓ પોલીસના સકંજામાં છે.

Exit mobile version