Site icon hindi.revoi.in

26/11 ની વર્ષગાંઠ પર મોટો હુમલો કરવા આવેલા આતંકીઓ નગરોટામાં થયા ઢેર: પીએમ મોદીએ કરી હાઇલેવલ મીટીંગ

Social Share

દિલ્લી: જમ્મુ-કાશ્મીરના નગરોટામાં આતંકવાદીઓ સાથે થયેલી ભારતીય સુરક્ષાદળોની એન્કાઉન્ટર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શન મોડમાં આવ્યા હતા.જે બાદ પીએમ મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ખરેખર મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ આતંકી હુમલો થયો હતો. આ હુમલાની 12મી વર્ષગાંઠ છે.

આ બેઠક સુરક્ષાદળો દ્વારા જમ્મુના નગરોટામાં ચાર આતંકવાદીઓને ઢેર કર્યાના એક દિવસ બાદ આયોજિત થઇ હતી. ગુરુવારે સવારે સુરક્ષાદળોએ બાતમીના આધારે ટ્રકને ટોલ પ્લાઝા નજીક અટકાવી દીધી હતી, ટ્રકમાં આતંકવાદીઓ બેઠા હતા.આતંકીઓએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો.જો કે તેઓ સફળ થઈ શક્યા નહીં અને સવારે 4.20 કલાકે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેના કબજામાંથી 11 જેટલી AK47 રાઇફલ, ત્રણ પિસ્તોલ, 29 ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા

એન્કાઉન્ટરને લઈને જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે, બુધવારે રાત્રે પાકિસ્તાનથી ઘૂસણખોરી કર્યા પછી જ આ આતંકવાદીઓ આવ્યા હતા. જ્યારે તેમને નગરોટા નજીક તેઓને રોકવાનું કહેતા તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આતંકીઓ કાશ્મીરમાં મોટો હુમલો કરવાની તકમાં હતા. આ આતંકીઓ ટ્રકમાં સંતાયેલા હતા.આતંકીઓએ સુરક્ષાદળો પર અત્યાર સુધીમાં લગભગ 20 ગ્રેનેડ ફેંકી દીધા છે. આતંકવાદીઓને પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો, જેથી તેઓ સરેન્ડર કરી શકે. સાડા ત્રણ કલાક સુધી આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. આ આતંકીઓ ડીડીસીની ચૂંટણીમાં ખલેલ પહોંચાડવા આવ્યા હતા.

મુંબઈ હુમલામાં 166 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

26 નવેમ્બરના રોજ મુંબઇમાં થયેલા આ હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલો આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો અને તેના 10 આતંકીઓ દ્વારા 166 નિર્દોષો માર્યા ગયા હતા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદીઓ 26 નવેમ્બરના રોજ દરિયાની એક બોટ પરથી ભારતમાં પ્રવેશ્યા હતા. આ હુમલામાં મુંબઈ પોલીસ, એટીએસ અને એનએસજીના 11 જવાનો શહીદ થયા હતા.

_Devanshi

Exit mobile version