- સીબીઆઈની વિષેશ અદાલતે જેટલીને 4 વર્ષની સજા આપી હતી
- જેટલીએ પડકાર અરજી હાઈકોર્ટમાં કરી કરી
- હાઈકોર્ટ દ્રારા જયા જેટલીની અરજી મંજુર કરાઈ
- જયા જેટલીની સજા પર કોર્ટએ લગાવ્યો સ્ટે
સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલીને રક્ષાસોદા મામલે સીબીઆઈની વિશેષ આદાલતે 4 વર્ષ જેલની સજા ફટકારી હતી,જયા જેટલીએ આ આદેશ પર પડકાર આપતી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી,ત્યારે આ સમગ્ર બાબતે હાઈ કોર્ટ એ નિચલી અદાલત દ્રારા આપવામાં આવેલી જયા જેટલીની સજાને અટકાવવામાં આવી છે ,તે સાથે જ જયા જેટલીની અપીલનો સ્વીકાર કરતા સુનાવણી માટે તેને મંજુર કરી છે.
સીબીઆઈ એ આ સમગ્ર બાબતે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્રારા આપવામાં આવેલી નોટીસનો સ્વીકાર કરી લીધો છે,જયા જેટલીની આ અરજી પર નિયમિત સુનાવણી હવે પછીથી કરવામાં આવશે,દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટએ જયા જેટલીને આજે સાંજે 5 વાગ્યો સુધીમાં તિહાડ જેલ વહીવટતંત્ર સામે સરેન્ડર કરવાનો સમય આપ્યો હતો.પરંતુ ત્યા સુધી વાત પહોંચે તે પહેલા જ દિલ્હી હાઈકોર્ટ એ નીચલી અદાલત દ્રારા આપવામાં આવેલી આ સજાને હાલ પુરતી અટકાવી દીધી છે,જેના કારણે જયા જેટલી જેલ જવાથી બચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે,સીબીઆઈની ઉચ્ચ અદાલતના જજ વિરેન્દ્ર ભટ્ટએ જયા જેટલી તેમની પાર્ટીના પૂર્વ સહયોગી ગોપાલ પચેરવાલા અને રિટાયર્ડ જનરલ એસપી મુરગઈને ભર્ષ્ટાચાર અને અપરાધિક ગુનાઓમાં આરોપી ઘોષિત કર્યા હતા,
સાહીન-