Site icon hindi.revoi.in

જન્માષ્ટમી પહેલા જ વૃંદાવનમાં પૂજારી સહિત 22 લોકો કોરોના પોઝિટિવ

Social Share

જન્માષ્ટમી પર કોરોનાનો કાળો કહેર યથાવત છે, પરંતુ કોરોનાએ ભક્તોની શ્રધ્ધા અને આસ્થા ઓછી કરી નથી.. આજ કારણ છે ભક્તો તેમના ભગવાનનું બાળ સ્વરૂપ લાડુ ગોપાલના શૃંગાર માટે આસન અને વસ્ત્રો માટે બજાર તરફ વળ્યા છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણને લાડુ ગોપાલના રૂપમાં પૂજવામાં આવે છે,અને તેમનો શૃંગાર કરવામાં આવે છે..તેને હિંડોળે ઝુલાવવામાં આવે છે. તેમજ અનેક પ્રકારનો ભોગ ઘરવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે..

જન્માષ્ટમીના તહેવાર પહેલા ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ઇસ્કોન મંદિરને સીલ કરી દેવામાં આવ્યું છે. મંદિરના પુજારી સહિત 22 લોકોને કોરોના પોઝિટીવ હોવાની પુષ્ટિ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરમાં 12 ઓગસ્ટે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારી ચાલી રહી છે, જ્યારે અહીં કામ કરતા કર્મચારીઓ અને લોકોમાં હંગામો મચી ગયો છે.

મંદિરના સંચાલન પાસેથી મળેલી માહિતી મુજબ, સોથી પહેલા એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જોવા મળ્યો, ત્યારબાદ તેના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કર્યા બાદ તેમની પણ કોરોના તપાસ કરવામાં આવી હતી..તમામના રીપોર્ટ આવ્યા બાદ મંદિર પરિસરને સીલ કરવાનું નક્કી કરાયું હતું.

_Devanshi

Exit mobile version