Site icon hindi.revoi.in

જમ્મુની તવી નદીમાં પાણીનો પ્રવાહ તેજ બનતા 2 લોકો ફસાયાઃએરફોર્સે કર્યું રેસ્ક્યૂ ઓપરેશન

Social Share

 દેશભરમાં અનેક રાજ્યોમાં વરસાદે તાંડવ મચાવ્યું છે,ત્યારે જમ્મુ કાશ્મીરમાં દિલ હચમચાવી મુકનારી ઘટના સામે આવી છે, સોમવારના રોજ અચાનક જમ્મુની તવી નદીમાં પાણીની સપાટી વધી હતી,જેને કારણે પાણીનો પ્રવાહ તેજ બન્યો હતો, જેમાં નિર્માળાધીન પુલ પર બે વ્યક્તિઓ બેસ્યા હતા ત્યારે અચાનક જ પાણીનો તેજ પ્રવાહ શરુ થઈ ગયો હતો અને આ બન્ને વયક્તિઓ ત્યા પીલ્લર પર જ ફસાયા હતા, ત્યારે  બન્ને વ્યક્તિઓને વાયુસેનાએ હેલિકોપ્ટરની મદદથી બચાવાયા હતા, આ બન્ને વ્યક્તિઓ  નિર્માળાધિન પુલના પીલ્લર પાસે ફસાયા હતા,નદીમાં પાણીનું સ્તર વધવાના કારમએ આ ઘટના બનવા પામી હતી.

આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ વાયુસેનાના જવાનો તેમને બચાવવા માટે ત્યા પહોંચી આવ્યા હતા, જાણવા મળતી માહિતી અનુસાર જ્યારે વાયુસેનાના જવાનો રેસ્ક્યુ કરવા માટે  નદી પાસે આવ્યા ત્યારે રેસ્ક્યૂ કરતા સમયે જ દોરડૂ તૂટી ગયુ હતુ જો કે સારી વાત એ  હતી કે આ ઘટનામાં કોઈને જાનહાની કે ઈજા નહોતી થઈ,આ ઘટના થયા પછી વાયુસેના ફરીથી તૈયારી સાથે પોતાની મદદની કામગીરીમાં જોતરાઈ હતી અને ફરીથી બચાવગીરી શરુ કરી તે બન્ને લોકોને બચાવી લીધા હતા.

Exit mobile version