Site icon hindi.revoi.in

કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા

Social Share

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના આતંકવાદીઓ પર એટેક ચાલુ છે. શોપિયાંમાં શનિવારે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અહેવાલ પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના શોપિયાંના બોના બાજાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈનપુટ્સ મળ્યા હતા. તેના પછી સુરક્ષાદળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી.

આતંકવાદીઓ એક મકાનમાં છૂપાયેલા હતા. તેમણે સુરક્ષાદળોને નજીક આવતા જોઈને ફાયરિંગ કર્યું અને તેનો સુરક્ષાદળોએ વળતો આકરો જવાબ આપ્યો હતો. શોપિયાંના બોના બાજાર વિસ્તારમાં હજી મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને પોતાના મોનિટરિંગ હેઠળ લીધો છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. આ દરમિયાન સુરક્ષાદળોને મોટી કામિયાબી મળી. સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.

બીજી તરફ કુપવાડાના માછિલ સેક્ટરમાં શનિવારે એલઓસી પર પાકિસ્તાને યુદ્ધવિરામનો બંગ કર્યો હતો. પાકિસ્તાનને કારણ વગર કરેલા ફાયરિંગમાં ભારતીય સેનાના એક જવાને શહીદી વ્હોરી છે. ભારતીય સેનાએ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા અહેવાલો પ્રમાણે ફાયરિંગ ચાલુ હતું.

મહત્વપૂર્ણ છે કે 17મી જુલાઈએ જમ્મુ-કાશ્મીરના સોપોર કસબામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર થયો હતો. અથડામણ શહેરના બહારના વિસ્તારમાં આવેલા ગુંદ બ્રાથ ખાતે થઈ હતી. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશયલ ઓપરેશન ગ્રુપ અને રાષ્ટ્રીય રાયફલ્સની ટુકડી શહેરની બહારના ગુંદ બ્રાથ વિસ્તારની ઘેરાબંધી કરવા પહોંચી હતી. તેના પછી અથડામણ શરૂ થઈ ગઈ અને આ બંને આતંકીઓ ઠાર થયા હતા.

Exit mobile version