નવી દિલ્હી: અમિત શાહની આગેવાનીમાં ગૃહ મંત્રાલયે સામાન્ય કાશ્મીરીઓ સામે ભાગલાવાદીઓનો અસલી ચહેરો બેનકાબ કરવાની યોજના બનાવી છે. કાશ્મીર ખીણમાં સ્કૂલી બાળકો પાસે પથ્થરમારો કરાવવો, આતંકીઓના માર્યા જવા પર સ્કૂલોની આગચંપી અને હડતાળ કરાવીને સ્કૂલ બંધ કરાવનારા ભાગલાવાદી ખુદ પોતાના બાળકોને વિદેશોમાં ભણાવે છે.
હુર્રિયત નેતાઓ સહીત કાશ્મીર ખીણના 112 ભાગલાવાદીઓ અને તેમની સાથે સહાનુભૂતિ રાખનારા ઓછામાં ઓછા 220 બાળકો વિદેશોમાં ભણે છે અથવા તો રહે છે. કાશ્મીરીઓ સામે કુરબાનીની હાકલ કરનારા ભાગલાવાદીઓની સચ્ચાઈથી ખીણનો એલિટ ક્લાસ તો સારી રીતે પરિચિત છે. હવે એવું લાગી રહ્યું છે કે ગૃહ મંત્રાલય યોજના હેઠળ ભાગલાવાદીઓની સચ્ચાઈને બેનકાબ કરનારા તથ્યોને મોટા પ્રમાણમાં પ્રચારીત કરવાની તૈયારીમાં છે.
ભાગલાવાદીઓની વિરુદ્ધ આ પોલ-ખોલ અભિયાનની જમીન ગૃહ પ્રધાન અમિત શાહે ગત સપ્તાહે તૈયાર કરી છે. તો જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનના વિસ્તારના મુદ્દા પર તેમણે સંસદમાં 130 હુર્રિયત નેતાઓની ડીટેલ મૂકી. જેમણે પોતાનાબાળકોને હાયર એજ્યુકેશન માટે વિદેશ મોકલ્યા છે. બીજી તરફ આ ભાગલાવાદીઓ સ્કૂલી બાળકોને પથ્થરબાજી માટે ઉશ્કેરે છે અને સ્કૂલોને બળજબરીથી બંધ કરાવે છે.
ગૃહ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે તહરીક-એ-હુર્રિયતના ચેરમેન અશરફ સેહરાઈના બે પુત્રો ખાલિદ અને આબિદ અશરફ સાઉદી અરેબિયામાં કામ કરે છે અને તે ત્યાં વસવાટ કરે છે.
જમાત-એ-ઈસ્લામીના સદર ગુલામ મુહમ્મદ બટનો પુત્ર સાઉદી અરેબિયામાં ડોક્ટર છે. દુખ્તરાને મિલ્લતની પ્રમુખ આસિયા અંદ્રાબીના બે પુત્રો વિદેશમાં ભણે છે. તેનો એક પુત્ર મુહમ્મદ બિન કાસિમ મલેશિયામાં અને તેનો બીજો પુત્ર અહમદ બિન કાસિમ ઓસ્ટ્રેલિયમાં ભણે છે.
તો સૈયદ અલી શાહ ગિલાનીના પુત્ર નીલમ ગિલાનીએ તાજેતરમાં પાકિસ્તાનમાં એમબીબીએસનો કોર્સ પૂર્ણ કર્યો છે.
હુર્રિયત કોન્ફરન્સના નેતા મીરવાઈઝ ઉમર ફારુકની બહેન રાબિયા ફારુક પણ ડોક્ટર છે અને તે અમેરિકામાં સેટલ છે. તો બિલા લોનની પુત્રી અને જમાઈ લંડનમાં રહે છે અને તેની નાની દીકરી ઓસ્ટ્રેલિયામાં ભણી રહી છે.
ભાગલાવાદી મોહમ્મદ શફી રેશીનો પુત્ર અમેરિકામાં પીએચડી કરી રહ્યો છે. તો અશરફ લાયાની પુત્રી પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે. મુસ્લિમ લીગના નેતા મુહમ્મદ યુસૂફ મીર અને ફારુક ગપતુરીની પુત્રીઓ પણ પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે. તેવી રીતે ડેમોક્રેટિક મૂવમેન્ટના લીડર ખ્વાજા ફરદૌસ વાનીની પુત્રી પણ પાકિસ્તાનમાં મેડિકલનો કોર્સ કરી રહી છે.
વહીદત-એ-ઈસ્લામીના નેતા નિસાર હુસૈન રાઠેરની પુત્રી ઈરાનમાં કામ કરે છે અને તે ત્યાં તેના પતિની સાથે વસવાટ કરે છે.