જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કરતા રાજ્યના પુનર્ગઠન અને કલમ-370ને હટાવવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર ભારતીય જનતા પાર્ટીએ ખુશી જાહેર કરી છે.
ભાજપના નેતા રામ માધવે કહ્યુ છે કે સરકારે સાત દશક જૂની માગણીને પૂર્ણ કરી દીધી છે. ભારતીય સંઘમાં જમ્મુ-કાશ્મીરના એકીકરણનું જે સપનું ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ જોયું હતું અને તેના માટે હજારો લોકોએ શહાદત આપી, તે અમારી આંખોની સામે સાચુ થઈ રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય બંધારણના અનુચ્છેદ-370માં આ જોગવાઈ કરવામાં આવી હતી. તેના લઈને જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આ જોગવાઈના પ્રખર વિરોધી હતા. તેમણે કલમ-370 હટાવવા માટે આંદોલન ચલાવ્યું હતું. મુખર્જીનું બલિદાન જમ્મુ-કાશ્મીરમાં થયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં શ્યામાપ્રસાદ મુખર્જીએ કલમ-370નો વિરોધ શરૂ કર્યો હતો. તેમણે એક દેશમાં બે વિધાન- એક દેશમાં બિ નિશાન, એક દેશમાં બે પ્રધાન નહીં ચાલે તેવું સૂત્ર પણ આપ્યું હતું. દેસની એકતા અને અખંડતાને લઈને શ્યામાપ્રસાદ મુખર્જીએ આંદોલન ચલાવ્યું હતું.
તેને લઈને શ્યામાપ્રસાદ મુખર્જીએ આંદોલન શરૂ કર્યું અને કાશ્મીર માટે રવાના થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીર સરકારે રાજ્યમાં પ્રવેશ કરવા પર મુખર્જીને 11 મે, 1953ના રોજ કસ્ટડીમાં લીધા હતા. તેના થોડા સમય બાદ 23 જૂન-1953ના રોજ જેલમાં તેમનું રહસ્યમયી સ્થિતિમાં નિધન થયું હતું.