Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શંકાસ્પદ વિસ્ફોટ, એકનું મોત, બે ઘાયલ

Social Share

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક વિસ્ફોટ થયો છે. કુલગામના ચુડેર ગામમાં એક દુકાનની અંદર શંકાસ્પદ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પર સુરક્ષાદળો પહોંચી ગયા છે અને તપાસ કરાઈ રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

તાજેતરમાં સુરક્ષાદળો દ્વારા કરાઈ રહેલી કાર્યવાહીથી આતંકવાદીઓ દબાણમાં છે. આતંકવાદીઓ આના પહેલા પુલવામામાં પણ હુમલો કરી ચુક્યા છે.

અહીં આતંકવાદીઓએ આઈઈડી વિસ્ફોટ કરીને આર્મીની 44મી રાષ્ટ્રીય રાઈફલ્સને નિશાન બનાવવાની કોશિશ કરી હતી.તે હુમલામાં સેનાના નવ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલો પુલવામાના અરિહલ ગામમાં અરિહલ-લસ્સીપુરા રોડ પર થયો હતો. આ હુમલો ત્યારે થયો કે જ્યારે સેનાની બખ્તરબંધ ગાડી અહીંથી પસાર થઈ રહી હતી. આ હુમલો એટલો ભયાનક હતો કે સેનાના વાહનોને ફૂરચા ઉડી ગયા હતા.

આ હુમલા પહેલા જમ્મુ-કાશ્મીરમાં આઈઈડી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે આતંકવાદી ઝાકિર મૂસાની હત્યાનો બદલો લેવાની ફિરાકમાં છે.

આના પહેલા મહીનાની શરૂઆતમાં પુલવામામાં આતંકીઓએ નેશનલ કોન્ફરન્સના નેતાના મકાન પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડથી હુમલો કર્યો, બાદમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલો પુલવામાના મુર્રન વિસ્તારમાં થયો હતો.

આ રિપોર્ટ પ્રમાણે, આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ નેશનલ કોન્ફરન્સના નેતા ગુલામ મોઈનુદ્દીન મીરના મકાનની દીવાલ સાથે અથડાઈને ફાટયો હતો. ગ્રેનેડ ફાટવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો અને આસપાસ દહેશત ફેલાઈ હતી. જો કે પોતાના હુમલામાં નિષ્ફળ ગયેલા આતંકીઓએ ગોળીબાર કર્યો હતો.

Exit mobile version