જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં અવારનવાર આતંકવાદી હુમલાની કોશિશો થતી રહે છે. પરંતુ ભારતીય સુરક્ષાદળ દરેક વખતે આતંકીઓના મનસૂબા નિષ્ફળ બનાવી દે છે. મંગળવારે પણ સુરક્ષાદળોએ પુંછની કૃષ્ણાઘાટીમાં એક આઈઈડીને ડિફ્યૂઝ કર્યો હતો. તેનો એક વીડિયો સામે આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે આતંકવાદીઓના સફાયા માટે સુરક્ષાદળો દ્વારા કાશ્મીર ખીણમાં સતત સૈન્ય અભિયાન ચલાવાય રહ્યા છે. તેવામાં આ વિસ્તારોમાં અથડામણો ચાલી રહી છે અને દહેશતગર્દોને શોધી-શોધીને સાફ કરવાનું અભિયાન ચલાવાય રહ્યું છે. આ અભિયાન હેઠળ જ્યારે સુરક્ષાદળોએ આ આઈઈડી જોયો, તો તેને સડકના કિનારે ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો.
એક તરફ જ્યાં સુરક્ષાદળોએ કૃષ્ણા ઘાટીમાં આ આઈઈડીને ડિફ્યૂઝ કર્યો છે, તો બીજી તરફ શોપિયાંમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કતરવામાં આવ્યા છે. મંગળવારે સુરક્ષાદળોએ શોપિયાંમાં અંસાર ગઝવા તુલ હિંદના આતંકવાદીઓ શાયર અહમદ ભટ અને શાકિર અહમદ વગાયને મોતને ઘાટ ઉતાર્યા છે.
મહત્વપૂર્ણ છે કે આતંકવાદીઓના ખાત્મા માટે કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવ્યું છે. જેના કારણે લગભગ દરરોજ કાશ્મીર ખીણમાં એન્કાઉન્ટરો થતા રેહ છે. આ વર્ષે જૂન સુધીમાં કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોએ 100થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. જો કે હજી કાશ્મીર ક્ષેત્રમાં અઢીસો જેટલા આતંકવાદીઓ સક્રિય છે. જેમાના 100 આતંકીઓ વિદેશી મૂળના છે.
નવી સરકારના આવ્યા બાદ સુરક્ષાદળ નવી નીતિ પર કામ કરી રહ્યા છે. આ નવી નીતિ મુજબ ટોચના 10 આતંકીઓની એક યાદી તૈયાર કરી છે. આ મિશન હેઠળ સુરક્ષાદળો આતંકવાદીઓનો ખાત્મો કરવામાં લાગેલા છે.