શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાનપોહ વિસ્તારમાં શનિવારે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં અમરનાથ યાત્રીઓની બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. તેમાં ઘણાં પ્રવાસીઓના ઘાયલ થવાના અહેવાલ છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી.
જણાવવામાં આવે છે કે બે બસો વચ્ચેની ટક્કરમાં ઓછામાં ઓછા 20 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી દરમિયાન ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જો કે આ દુર્ઘટનામાં છેલ્લા અહેવાલ મુજબ કોઈ જાનહાનિના અહેવાલ નથી.