Site icon Revoi.in

અનુચ્છેદ-370 હટયા બાદ જમ્મુ-કાશ્મીરમાં વાલ્મીકિ સમુદાયને હવે મળશે અધિકારો

Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટયા બાદ હવે ત્યાં સમાનતાની વાત થઈ રહી છે. કાશ્મીર ખીણમાં ઘણાં એવા સમુદાયો છે કે જેઓ કલમ-370ના સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે લગભગ સાત દશકાઓથી તેમને રાજ્યમાં રહેલા અન્ય સમુદાયોની જેમ સમાન અધિકાર મળતા ન હતા. આમા મુખ્ય છે, અનુસૂચિત જાતિ વર્ગનો વાલ્મીકિ સમુદાય. આ સમુદાયને વિભિન્ન રાજ્યોમાં ચુહડા, મહેતર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.

રામાયણના રચયિતા વાલ્મીકિ ઋષિને પોતાના માનનારો આ સમુદાય કચરો સાફ કરવાનું કામ કરે છે, કારણ કે તેમને અનુચ્છેદ-370ના રહેતા જમ્મુ-કાશ્મીરમાં અન્ય કોઈ કામ અથવા નોકરી આપવામાં આવતી ન હતી. છ દશકાઓથી આ લોકો કાશ્મીર ખીણની નાગરિકતા મેળવી શક્યા ન હતા. જ્યારે તેમની શરૂઆત સારા જીવનના વાયદા સાથે થઈ હતી. પરંતુ તે વાયદો અત્યાર સુધી પૂર્ણ થયો નથી. હવે આ સમુદાયના લોકો આશા કરે છે કે તેમને સમાન અધિકાર, નવા મોકા, નવા રોજગાર વગેરે મળશે.

વાલ્મીકિ સમુદાયના લોકો દશકાઓથી જમ્મુ-કાશ્મીરને ખરા અર્થમાં સ્વર્ગ બનાવવાનું કામ કરી રહ્યા છે.

આ મામલો શરૂ થાય છે 1956થી. જમ્મુ-કાશ્મીરમાં સફાઈકર્મી હડતાળ પર ચાલ્યા ગયા. મહીનાઓ સુધી હડતાળ ચાલી હહતી. જમ્મુ અને શ્રીનગરમાં કચરો અને ગંદગીના ચારે તરફ ઢગલા થવા લાગ્યા હતા. આનાથી પરેશાન જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ નેતા શેખ અબ્દુલ્લા, મુખ્યપ્ધાન બક્શી ગુલામ મુહમ્મદ અને તેમની કેબિનેટે 1957માં નિર્ણય કર્યો કે અન્ય રાજ્યોમાંથી સપાઈકર્મી લાવવામાં આવે. સૌથી નજીક પંજાબના ગુરુદાસપુર અને અમૃતસર જિલ્લા હતા. જેને કારણે અહીંથી 272 સફાઈ કર્મચારીઓ બોલાવવામાં આવ્યા હતા. તેમને વાયદો કરવામાં આવ્યો હતો કે તેમને અને તેમના પરિવારોને સારું વેતન આપવા સિવાય રાજ્યની નાગરીકતા અને તમામ અધિકાર મળશે. આ તમામને જમ્મુ ડિવિઝનમાં વસાવવામાં આવે.

જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આ તમામ વાલ્મીકિ સમુદાયના લોકોને વાસવવાની સાથે જ તેમની સાથે બંધારણીય છેતરપિંડી કરવામાં આવી હતી. 272ની સંખ્યામાં કાશ્મીર ખીણમાં પહોંચેલા વાલ્મીકિ સમુદાયના લોકોની વસ્તી આજે વધીને હજારોમાં થઈ ગઈ છે. પરંતુ તેમને આજ સુધી જમ્મુ-કાશ્મીરની નાગરીકતા મળી નથી. આખા દેશમાં વાલ્મીકિ સમુદાય અને અન્ય દલિતોને વિભિન્ન કાયદા હેઠળ અનેક પ્રકારના અધિકાર મળેલા છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં રહેતા આ સમુદાયના લોકો પાસે અત્યાર સુધી આવા કોઈ કાયદાની કોઈપણ જોગવાઈ લાગુ થતી નથી. પરંતુ અનુચ્છેદ-370ના હટયા બાદ હવે આશા જાગી છે કે તેમને અત્યારે સમ્માનવાળી જિંદગી મળશે.

અનુચ્છેદ-35-એ જમ્મુ-કાશ્મીર રાજ્યને નિર્ણય લેવાનો અધિકાર આપતો હતો કે રાજ્યમાં સ્થાયી નિવાસી કોણ હશે. જમ્મુ-કાશ્મીર રાજ્યને જ્યારે આ અધિકાર આપવામાં આવ્યો, ત્યાં સુધી રાજ્યનું બંધારણ પણ બન્યું ન હતું. બાદમાં રાજ્યના બંધારણના બનતાની સાથે એ લખવામાં આવ્યુ કે જમ્મુ-કાશ્મીરના સ્થાયી નિવાસીનો દરજ્જો તેમને આપવામાં આવશે કે જે 1944 અથવા તેના પહેલા રાજ્યમાં વસવાટ કરી રહ્યા છે. પરંતુ વાલ્મીકિ સમાજના લોકો 1957માં પંજાબથી લાવીને વસાવવામાં આવ્યા હતા. માટે આજ સુધી તેમને જમ્મુ-કાશ્મીરના સ્થાયી નિવાસી માનવામાં આવ્યા નથી અને તેમને સ્થાયી નિવાસ પ્રમાણ પત્ર પણ આપવામાં આવ્યું નથી.

જમ્મુ-કાશ્મીર સરકારે વાલ્મીકિ સમુદાયના લોકોને રોજગાર આપવાના નિયમોમાં પરિવર્તન કરીને એ લખ્યું છે કે આ હંમેશા માત્ર સફાઈ કર્મચારી જ બનેલા રહેશે. તેમને અસ્થાયીપણે રહેવાનો અધિકાર અને નોકરી આપવામાં આવશે. જ્યારે આ સમુદાયના કોઈ બાળક જન્મ લે છે, તો તેને મોટા થઈને સફાઈકર્મી જ બનવું પડે છે. ચાહે પછી તે ગમે તેટલું ભણી લે.

આટલું જ નહીં સ્થાયી પ્રમાણ પત્ર નહીં હોવાને કારણે વાલ્મીકિ સમાજના લોકો મિલ્કત પણ ખરીદી શકતા નથી. તેમના બાળકોને રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ ફણ મળતી નથી.

વાલ્મીકિ સમુદાયના બાળકોને રાજ્ય સરકારના એન્જિનિયરિંગ, મેડિકલ અથવા કોઈ અન્ય ટેક્નિકલ કોર્સની કોલેજોમાં એડમિશન પણ મળતા નથી.

વાલ્મીકિ સમુદાયના લોકો લોકસભા ચૂંટણીમાં વોટિંગ કરી શકે છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં મત નાખી શકતા નથી.