કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત વિપક્ષના નેતાઓની કાશ્મીર મુલાકાત પર બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ નિશાન સાધ્યું છે. માયાવતીએ કહ્યું છે કે વગર મંજૂરીએ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓને કાશ્મીર જવું જોઈતું ન હતું. શું આ કેન્દ્ર અને ગવર્નરને રાજકારણનો મોકો આપતા નથી? તમામ પાર્ટીઓએ થોડી રાહ જોઈ લેવી જોઈએ.
માયાવતીએ કહ્યું છે કે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર હંમેશા દેશની સમાનતા, એકતા અને અખંડિતતાના પક્ષધર રહ્યા છે, માટે તેઓ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં અલગથી કલમ-370ની જોગવાઈ કરવાના બિલકુલ પક્ષમાં ન હતા. આ ખાસ કારણથી બીએસપીએ સંસદમાં આ કલમને હટાવવાનું સમર્થન કર્યું છે.
સુપ્રીમ કોર્ટના નિવેદનનો પુનરોચ્ચાર કરતા માયાવતીએ કહ્યુ છે કે દેશમાં બંધારણ લાગુ થવાના લગભગ 69 વર્ષો ઉપરાંત આ કલમ-370ની સમાપ્તિ બાદ હવે ત્યાં પરિસ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય અવશ્ય લાગશે. તેની થોડી રાહ જોઈ લેવી સારી છે, જેને માનનીય કોર્ટે પણ માન્યું છે.
કોંગ્રેસ સહીત ઘણી પાર્ટીઓને સવાલ કરતા માયાવતીએ પુછયું છે કે આવામાં તાજેતરમાં વગર મંજૂરીએ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓનું કાશ્મીરમાં જવું શું કેન્દ્ર અને ત્યાંના ગવર્નરને રાજકારણ ખેલવાનો મોકો આપવા જેવું તેમનું આ પગલું નથી? ત્યાં જતા પહેલા આના પર પણ થોડો વિચાર કરી લેવો જોઈતો હતો, આમ કરવું યોગ્ય હોત.