Site icon Revoi.in

કાશ્મીરમાં મસ્જિદોને લઈને વાયરલ થઈ રહેલા ઓર્ડરને સરકારે ગણાવ્યો અફવા

Social Share

જમ્મુ-કાશ્મીરની મસ્જિદોને લઈને સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ પર સરકાર તરફથી તેને રદિયો આપતું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર વિજય કુમારે કહ્યુ છે કે આ અફવા છે. અફવાનો સ્ત્રોત શું છે?

તેમણે કહ્યુ છે કે કોઈપણ મેસેજ સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તો તેનો જવાબ આપવો જરૂરી નથી. હું દરેક વસ્તુનો જવાબ આપીશ નહીં.

https://twitter.com/search?q=vijay%20kumar&src=typed_query

સોશયલ મીડિયા પર ફરતા એક લેટરને ટાંકીને અફવા ફેલાવવામાં આવી છે કે શ્રીનગરના જિલ્લા પોલીસ મુખ્યમથકના લેટર હેડ પર એસએસપી તરફથી આના સંદર્ભે શ્રીનગરના તમામ પોલીસ અધિક્ષકોને પત્ર મોકલવામાં આવ્યો છે.

અફવા મુજબ, એસએસપી તરફથી કથિત આ પત્ર એસપી સિટી સાઉથ ઝોન શ્રીનગર, એસપી સિટી હઝરતબલ ઝોન શ્રીનગર, એસપી સિટી નોર્થ ઝોન શ્રીનગર, એસપી સિટી ઈસ્ટ ઝોન શ્રીનગર અને એસપી સિટી વેસ્ટ ઝોન શ્રીનગરને મોકલવામાં આવ્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવનારી તમામ મસ્જિદો સંદર્ભે યોગ્ય જાણકારીથી ઝડપથી ઉપલબ્ધ કરાવો. જેથી તેને ઉચ્ચસ્તરે મોકલી શકાય.