- જમ્મુ-કાશ્મીરના બડગામમાં એન્કાઉન્ટર
- સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયું એન્કાઉન્ટર
- જૈશ કમાન્ડર સહિત બે આતંકીઓ ઢેર
- વિસ્તારને કરી દેવામાં આવ્યો સીલ
શ્રીનગર: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના આરિબાગ મચહામા વિસ્તારમાં મંગળવારે રાત્રે એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન ક્રોસ ફાયરિંગમાં જે મકાનમાં આતંકીઓ છુપાયેલા હતા, તે મકાનમાં ભીષણ આગ લાગી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકીઓમાં જૈશ -એ-મોહમ્મદનો કમાન્ડર પણ સામેલ હતો.
આતંકીઓની હાજરીની ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ વિસ્તાર સજ્જડ જોઇને ફાયરિંગ શરૂ કરી દીધી હતી. થોડા સમય માટે બંને તરફથી ફાયરિંગ થયા બાદ બીજી બાજુથી ફાયરિંગ થવાનું બંધ થઈ ગયું હતું.
થોડા કલાકો બાદ રાત્રે 11:30 વાગ્યા પછી ફરી ફાયરિંગ શરૂ થઈ હતી. આ સાથે વિસ્ફોટોનો પણ અવાજ સંભળાયો હતો. ગામના તમામ એન્ટ્રી અને એક્ઝિટ ગેટને સીલ કરી દેવામાં આવ્યા હતા.જેથી આતંકી અંધકારનો લાભ ઉઠાવીને ભાગી ન શકે.
_Devanshi