Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરમાં શાળાઓ-કૉલેજૉ શરુઃ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ

Social Share

જમ્મુ-કાશ્મીરની પસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. શ્રીનગરમાં આજથી શાળાઓ શરુ કરાઈ છે. 14 દિવસ પછી ઘાટીમાં શાળાઓ અને કૉલેજો શરુ થઈ રહી છે, આવી સ્થિતિમાં સુરક્ષા દળો માટે ફરી એકવાર વાતાવરણમાં શાંતિ જળવાઈ રહે તે પડકાર રુપ સાબિત થશે. કલમ  37૦ હટાવ્યા બાદ અને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા પછી કાશ્મીરમાં આર્ટિકલ 144 લાગુ કરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પણ શાળાઓ શરુ થતા બાળકો શાળાઓમાં આવી પહોંચ્યા હતા,આજે બે અઠવાડિયા પછી દરેક વિદ્યાર્થીઓ શાળામાં હાજરી આપી રહ્યા છે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં લઈને  સુરક્ષમાં વધારો કરવામાં આવ્યો છે.

શ્રીનગરમાં શાળા-કોલેજો ખુલી ગઈ છે, પરંતુ હજી પણ એક અજીબ પ્રકારની શાંતિ જોવા મળી રહી છે. બાળકો ધીમે ધીમે સ્કૂલ-કોલેજમાં પહોંચી રહ્યા છે, જોકે બાળકોની સંખ્યા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી  છે. શાળાએ જતા બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડવો અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા જવાનો મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગ દ્વારા સોમવારે સવારે એક બયાન બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર પોલીસના હથિયારો કબજે કરવામાં આવી રહ્યા હોવાની અફવા ફેલાવવામાં આવી રહી છે, પરંતુ આ અફવાઓ ખોટી છે માટે તેના પણ ધ્યાન ન આપવા વિનંતી કરી છે, ગૃહ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવા કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરવો નહી.

શાળા-કોલેજની સાથે ઘાટી વિસ્તારોમાં પણ લેન્ડલાઇન સુવિધા શરૂ કરવામાં આવી છે. પહેલા આ નિર્ણય બાબતે કેટલાક વિસ્તારોમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે ધીરે ધીરે સંપૂર્ણ સુવિધા વધારવામાં આવી રહી છે, જમ્મુમાં, છેલ્લા કેટલાક દિવસોથી કલમ 144  લાગુ કરવામાં આવી હતી, પરંતુ હવે કાશ્મીરની સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર શાહિદ ચૌધરીના જણાવ્યા મુજબ સોમવારથી ઘાટી વિસ્તારોમાં 190 શાળાઓ ખોલવામાં આવશે. આવી સ્થિતિમાં પહેલો અને સૌથી મોટો પડકાર એ બાળકોની સલામતી છે જેને લઈને સુરક્ષા વધારવામાં આવી છે.

Exit mobile version