- રામબનના બટોતમાં ઘરમાં આતંકીઓ ઘુસ્યા હતા
- સફળ ઓપરેશન બાદ જવાનોનો ઉત્સાહ
- એક ભારતીય જવાન શહીદ
- 6 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરમાં શનિવારના રોજ 6 આતંકીઓને ઠાર માર્યા બાદ સેનાના જવાનોએ ઉત્સાહ સાથે જશ્ન મનાવ્યો હતો,આ જશ્ન મનાવતા વખતે જવાનોએ પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા હતા.
સમાચાર એજન્સી એએનઆઈએ સૈનિકોના આ વીડિયોને પોસેટ કર્યો છે,જેમાં સૈનિકોની સાથે સાથે સ્થાનિક નાગરીકો પણ જોવા મળ્યા છે,આ ઓપરેશનને સફળતા પૂર્વક પાર કર્યા બાદ સેનાના જવાનો ખુશીથી જુમી ઉઠ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,જમ્મુ-કાશ્મીરના રામબનના બટોત વિસ્તારમાં શનિવારના રોજ આતંકીઓએ આતંક મચાવ્યો હતો,ઘરમાં ઘુસીને ઘરના લોકોને બંધક બનાવ્યા હતા, જેને લઈને સેનાએ ઓપરેશન શરુ કર્યું હતું,જેમાં સૈનિકોએ આતંકીઓને વળતો જવાબ પતા ઘરમાં ઘુસેલા ત્રણેય આતંકીઓને ઠાર માર્યા હતા,ઘરમાં ઘુસતા પહેલા આ આતંકીઓ સેનાના જવાનો પર ગ્રેનેડથી ગોરીબાળ પણ કર્યો હતો જો કે સેનાના જવાનો પાછા નહોતા પળ્યા તેમણે પણ પુરી તાકાત સાથે સામો વાર કરીને જીત મેળવી હતી.
ખીણ વિસ્તારોમાં આજે સવારથી જ માહોલ ગરમાયો હતો,સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સવારથી મૂઠભેડ ચાલી રહી હતી,જો કે આ અફડાતફડીમાં સેનાને બપોર પછી સફળતા મળી હતી,ત્યા સુધી આતંકીઓ અને સેના વચ્ચે સતત ઘર્ષણ થયુ હતું,આ મૂઠભેડમાં એક ભારતીય જવાન પમ શહીદ થયો છે,
આ પરાંત જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં પણ સુરક્ષાદળોએ મૂઠભેડમાં ર આતંકીઓને માર્યા છે,આતંકવાદીઓએ ગ્રેનેડથી રાજધાની શ્રીનગરમાં ડાઉનટાઉન વિસ્તારમાં સેનાના જવાનો પર હુમલો પણ કર્યો હતો,આતંકવાદીઓની કરતુતો ને જોતા શ્રીનગરમાં સુરક્ષાદળોને એલર્ટ કરવામાં આવ્યા છે તે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં પાબેધી લગાવામાં આવી છે.