Site icon hindi.revoi.in

આજે જલારામ બાપાની 221મી જન્મ જયંતી – વહેલી સવારથી જ ભક્તોનો મંદિરમાં જમાવડો 

Social Share

 

વીરપુર-:  ‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’ના સૂત્ર સાથે જેનું નામ જોડાયેલ છે તેવા સંત શિરોમણી જલારામ બાપાની આજે 221 મી જન્મ જ્યંતીનીઉજવણી થઇ રહી છે. આજે વીરપુર પણ જલિયાણ મય બની ગયું છે. ત્યારે  વહેલી સવારથી જ  પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી છે. જલારામ મંદિર દ્વારા ભક્તોને દર્શન માટેખાસ વ્યવસ્થા કરવા આવી છે, જેમાં અહીં દર્શન કરવા આવેલ ભક્તો માટે નોંધણીની વ્યવસ્થા સાથેપાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.. અને કલાકની અંદર માત્ર 600થી 700લોકોને પ્રવેશ મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે..

જલારામ જ્યંતી નિમિતે લોકોએ ઘરે-ઘરે આસોપાલવના તોરણ બાંધ્યા છે. સાથે જ રંગોળી પણ કરીછે.  રંગોળીઓમાં અલગ-અલગ પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્રના સેડબનાવવામાં આવ્યા છે.સાથે ભક્તોએ કોરોનાનીમહામારીને ધ્યાને રાખીને આજના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા, જેમાં બાપાના જીવનચરિત્રને લગતા ફ્લોટ્સ આજે લગાવવામાં આવ્યા ન હતા,બાપાની શોભાયાત્રા પણ બંધ રાખવામાં આવી હતી..

કોરોના મહામારીને કારણેજલારામ જ્યંતીની ઉજવણી સાદગીપૂર્વક  કરવામાં આવી રહી છે,જયારે મંદિર દ્વારા આજે અહીં આવેલ જલારામબાપાના ભક્તો માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સોસીયલ ડિસ્ટર્ન્સિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વ્યવસ્થાને લઈને જલારામભક્તો પણ ખુશ દેખાતા હતા. જલારામ જ્યંતીના પ્રસંગે જલારામ ભક્તો દ્વારા કોરોનામહામારીમાં લોકો સુરક્ષિત રહે તેવી બાપાને પ્રાર્થના કરવામાં આવી હતી.

સાથે જ લોકો ની સુરક્ષા ને ધ્યાને લઈને જલારામ મંદિર અને અન્નક્ષેત્ર સોમવાર તારીખ 23 થી બંધ રહેશે. જોકે સોમવારથી જલારામ મંદિર અને અન્નક્ષેત્ર બંધ રાખવાનો નિર્ણય જલારામ મંદિરના ગાદીપતિ અને સમિતિ દ્વારા લીધો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં જબબર ઉછાળો આવ્યો છે. તહેવારને લઈને મોટા પ્રમાણમાં સંક્રમણ વધ્યું છે ત્યારે શહેરમાં રાત્રી કર્ફયુનો પણ અમલ શરૂ થવા જઇ રહ્યો છે અને હવે જિલ્લામાં આવેલા યાત્રાધામો પૈકીના જલારામ વીરપૂર ખાતે મંદિર અને અન્નક્ષેત્ર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેવાંશી-

Exit mobile version