Site icon hindi.revoi.in

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર એ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી

Social Share

દિલ્લી: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર ત્રણ દિવસ માટે દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે એક કલાકથી વધુ સમય માટે બેઠક યોજી હતી અને તેઓએ રાજ્યની કથળેલી પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી.

બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, તે એ નહીં જણાવી શકે કે તેઓએ ગૃહમંત્રીની સાથે શું વાત કરી, પરંતુ તેમણેએ જરૂર કહ્યું કે, ગૃહમંત્રી સાથેની મુલાકાત દરમિયાન તેમણે લોકશાહી સંસ્થાઓની સ્થિતિ અને કાનુન વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરી હતી.

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા યથાવત

રાજ્યપાલે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં લોકતંત્ર સતત નબળું પડ્યું છે. પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા સતત વધી રહી છે. તેમણે કહ્યું કે, આજે લોકતંત્રને બચાવવું એ તેમની સામે સૌથી મોટો પડકાર બની ગયો છે

રાજ્યપાલે કહ્યું કે, તેમણે લોકતંત્રની રક્ષા માટે શપથ લીધા છે. સાથે જ તેમણે મીડિયાને અપીલ કરતા કહ્યું કે, લોકતંત્રની રક્ષાના સંદેશને આગળ વધારવા આવે. રાજ્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ બાદ પણ 16 દિવસ સુધી અંતિમ સંસ્કાર પણ ન હતા કરવા દીધા,એક રાજ્ય આ કેવી રીતે કરી શકે છે.

આજે લોકતંત્ર બચાવવું એ એક મોટો પડકાર

રાજ્યપાલે વધુમાં કહ્યું કે, તેઓ લોકતંત્રને બચાવવા સત્તામાં રહેલા તમામને અપીલ કરવા માગે છે. તેમણે કહ્યું કે, કાઉન્સિલર મનીષ શુક્લાની સલામતી અંગે તેમણે ડીજીપીને એક પત્ર લખ્યો હતો, જેનો જવાબ તેમને બે લાઇનમાં મળ્યો. તેમણે કહ્યું કે, પત્ર લખ્યા પછી પણ કંઇ થયું નહીં અને ત્યારબાદ મનીષ શુક્લાની હત્યા કરવામાં આવી, તે લોકતંત્રની હત્યા છે.

24 ઓક્ટોબરે ભાજપના કાઉન્સિલર મનીષ શુક્લાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સના નામ મોહમ્મદ ખુરમ અને ગુલાબ શેખ છે. પોલીસના જણાવ્યા મુજબ બંનેએ અન્ય રાજ્યોના ભાડે રાખેલા શૂટરને બોલાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

_Devanshi

Exit mobile version