Site icon hindi.revoi.in

ITBPના જવાને ગાયું ‘તેરી મિટ્ટી…’, ગીત સાંભળીને આંખો થઈ જશે ભીની

Social Share

‘એ મેરી ઝમીન અફસોસ નહીં, જો તેરે લિયે સૌ દર્દ સહે, મહેફૂઝ રહે તેરી આન સદા, ચાહે જાન મેરી રહે ન રહે.’ ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે આ માત્ર શબ્દ નહીં પરંતુ ભાવનાઓ છે, જે ભારતીય સેનાના જવાનો કે જેઓ વતનની રક્ષા માટે વરસાદ, પાણી, તોફાન, બરફ દરેક ઋતુમાં સરહદ પર ઊભા રહે છે, જેથી એક સામાન્ય માણસ રાહતની ઊંઘ લઈ શકે. ITBP (ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ)ના એક કોન્સ્ટેબલે પોતાના શ્રેષ્ઠ અવાજમાં રાષ્ટ્ર અને હિમવીરોના નામે એક ગીત ગાયું છે, જેના વખાણ દરેક વ્યક્તિ કરી રહી છે.

ભારતીય જવાન દ્વારા ગાવામાં આવેલા આ ગીતને આઇટીબીપીએ પોતાના અધિકૃત અકાઉન્ટ પર શેર કર્યો છે. જવાનના અવાજમાં લાગણીઓ સાથે ગાવામાં આવેલું આ ગીત જે પણ વ્યક્તિ સાંભળી રહ્યો છે, તે ભાવુકતા અનુભવી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોના અનેક લાખ વ્યુઝ મળી ચૂક્યા છે, જ્યારે અનેક લોકોએ આ વીડિયોને લાઇક અને રિટ્વિટ કર્યો છે. તમે પણ જુઓ આ VIDEO

આઇટીબીપીના અધિકૃત ટ્વિટર હેંડલ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કોન્સ્ટેબલ અર્જુન ખેરિયલે ‘કેસરી’ ફિલ્મનું ટાઇટલ સોંગ ‘તેરી મિટ્ટી’માં પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતને તેમણે રાષ્ટ્ર અને હિમવીરને સમર્પિત કર્યું છે. ગીતના વીડિયોમાં આઇટીબીપીના ઉત્સાહ અને હિંમતને દર્શાવવામાં આવ્યા છે, જેના દરેક વ્યક્તિ વખાણ કરી રહ્યું છે.

Exit mobile version