Site icon hindi.revoi.in

માઈનસ 20 ડિગ્રી ટેમ્પરેચર, 19000 ફૂટ ઊંચાઈ પર જવાનોએ કર્યા યોગ

Social Share

આખી દુનિયામાં આજે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ આ વખતે ક્લાઈમેટ એક્શન છે. આ પ્રસંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં યોગ કર્યા છે. પીએમ મોદીની સાથે રાંચી પ્રભાત તારા મેદાનમાં અંદાજે 35 હજાર લોકોએ યોગ કર્યા છે. દેશ ભરમાં આજે લગભગ 13 હજાર લોકોએ અલગ-અલગ સ્થાનો પર યોગ શિબિરોમાં બાગ લીધો છે.

યોગ કરવાના મામલામાં દેશના જવાનો પણ પાછળ રહ્યા નથી. ઉત્તર લડાખમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનોએ 18 હજાર ફૂટની ઊંચાઈએ યોગ કર્યા હતા.

લડાખમાં ભારતીય સેનાના જવાનોએ સૌથી ઓછા ટેમ્પરેચરમાં યોગ કર્યા છે. જવાનાઓ માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં યોગ કર્યા છે.

સિક્કિમમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનોએ ઓપી દૉર્જિલા પાસે 19 હજાર ફૂટના સૌથી ઊંચા શિખર પર યોગ કર્યા છે.

હિમાચલ પ્રદેશના ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસના જવાનોએ રોહતાંગ પાસની નજીક 14 હજાર ફૂટની ઊંચાઈએ યોગ કર્યા છે. અહીં જવાનોએ માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ તપામાનમાં યોગ કર્યા છે.

જમીન અને પર્વતીય શ્રૃંખલાઓ સિવાય અરુણાચલ પ્રદેશમાં જવાનોએ દિગારુ નદીમાં ઉભા રહીને પણ યોગ કર્યો છે.

ઉત્તર લડાખમાં ઈન્ડો તિબેટિયન પોલીસ બોર્ડરના જવાનોએ 18 હજાર ફૂટની ઊંચાઈ પર માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરમાં યોગ કર્યો હતો.

અરુણાચલ પ્રદેશમાં પણ આઈટીબીપીના જવાનોએ પોતાના શ્વાન અને ઘોડાની સાથે મળીને યોગ કર્યા હતા.

Exit mobile version