Site icon hindi.revoi.in

ડેબિટ કાર્ડ પર MDR લિમિટ નક્કી કરવાનું સૂચન આપવામાં આવ્યું – જાણો શું થશે ગ્રાહકો પર તેની અસર

Social Share

ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે  તમામ પ્રકારના ડેબિટ અને પ્રિપેઇડ કાર્ડ્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ એટલે કે,એમડીઆરની મર્યાદા નક્કી કરવી જોઈએ, આ પ્રકારનું આઈઆઈટી મુંબઈ દ્વારા સરકારને આ સૂચન આપવામાં આવ્યું છે.

જો કે, સરકાર દ્રાવા આ સૂચનને  અમલમાં મૂકાશે કે કેમ તે વાત હાલ નક્કી કરાઈ નથી, પરંતુ જો આવું શક્ય બનશે તો સવાલ એ છે કે, આ લિમિટ લાગુ કરવાથી  ગ્રાહકો પર તેની શું અસર પડશે, મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ અટલે કે,એમડીઆર એવો દર છે જે, બેંક કોઈપણ દુકાનદાર અથવા ઉદ્યોગકાર પાસેથી કાર્ડ ચુકવણીની સેવા માટે વસુલ કરે છે.મોટાભાગના વ્યવસાયકારો એમડીઆર ચાર્જનો ભાર ગ્રાહકો પાસે વસૂલતા હોય છે અને બેન્કોને ચૂકવવામાં આવતી ફી ગ્રાહકોના ખિસ્સામાંથી લઈને તેમના પોતાનાનો ભાર ઘટાડતા હોય છે,

મુંબઈ આઈઆઈટી દ્વારા સરકારને કરવામાં આવેલી આ  ભલામણમાં કહેવામાં આવ્યું છે કે, ડેબિટ કાર્ડ પરના એમડીઆર લેનદેન મૂલ્યની સરખામણીમાં  0.6 ટકા સુધી મર્યાદિત રાખવાની જરૂર છે. એમડીઆર માટે 0.6 ટકાના નિશ્ચિત દર ઉપરનૂ લિમિટ 150 રૂપિયા નક્કી કરવી જોઈએ

આ આપવામાં આવેલા સૂચન મુજબ,પીઓએસ આધારીત પેમેન્ટનો સ્વીકાર કરનારા નાના અને મધ્યમ વેપારીઓ માટે કે જેનું વાર્ષિક ટર્નઓવર રૂ .2 કરોડ છે, ત્યા 2 હજાર રુપિયાની લેદડ દેવડ માટે એમડીઆર મર્યાદા વધારીને 0.25 ટકા કરવામાં આવવી જોઈએ, જ્યારે 2 હજારથી વધુના વ્યવહારો માટે આ મર્યાદા 0.6 ટકા સુધી રાખવામાં આવવી જોઈએ.

હાલમાં, રૂ .20 લાખ અથવા તેથી વધુના વાર્ષિક ટર્નઓવરવાળા વ્યવસાયો માટે ડેબિટ કાર્ડ એમડીઆરની મર્યાદા, ટ્રાંઝેક્શન મૂલ્યના 0.9 ટકા છે, જે મહત્તમ રૂ .1000 સુધીની હોઇ શકે છે.

સાહીન-

 

Exit mobile version