Site icon hindi.revoi.in

દિલ્હી એનસીઆરમાં શ્વાસ લેવો પણ કઠીન –  એક્યૂઆઈ 400ને પાર ગંભરી સ્થિતિમાં નોંધાયો

Social Share

દિલ્હી પ્રદુષણને લઈને દર વર્ષે શિયાળામાં ચર્ચિત બને છે, ત્યારે તાલુ વર્ષ દરમિયાન તો કોરોના અને ઉપરથી હવા પ્રદુષિત બનવી જેને લઈને લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે, ફરી એકવાર દિલ્હીની હવામાં પ્રદુષણનું સ્તર વધેલું જોવા મળી રહ્યું છે.

દિલ્હીની હવામાં પ્રદુષણનું સ્તર એટલા પ્રમાણમાં વધ્યું છે કે, શ્વાસ લેવામાં મુશ્કેલી  સર્જાઈ રહી છે, આજ રોજ બુધવારની સવારે અહીંની હવા ગંભીર સ્તરે નોંધાઈ આવી છે,આજ રોજ સવારે અહીં 400ને પાર એર ક્વોલિટિ ઈન્ડેક્ષ નોંધાયો છે જે ખુબ જ ગંભીર કહી શકાય

પ્રદુષણનું હોટસ્પોટ ગણાતા દરેક વિસ્તારમાં એક્યૂઆઈ 400ને પાર નોંધાયો છે, દિલ્હીના અલીપુરમાં 420, આનંદ વિહારમાં 443 ,અશોક વિહારમાં 442,બવાનામાં 441 , ચાંદનીચોકમાં 408, ડીટીયૂમાં 434 અને જહાંગિરપુરીમાં 450 નોંધાયો છે આ તમામ આંકડાઓ હવાની અસ્થિરતા ગંભીરતા સુચવી રહ્યા છે, ત્યારે કોરોનાની સ્થિતિ પણ દિલ્હીમામં બેકાબુ છે ત્યારે આ પ્રદુષણનું સ્તર વધવું જોખમ કારક સાબિત થઈ રહ્યું છે.

સાહીન-

Exit mobile version