Site icon hindi.revoi.in

રાજધાનીમાં શ્નાસ લેવું મુશ્કેલ બન્યું – હવામાં ફેલાતું પ્રદુષણ યથાવત

Social Share

દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને લીધે હવે તો શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે, આજ રોજ ગુરુવારની સવારે પણ દિલ્હી-એનસીઆરમાં ઘૂંમાડો જ ઘૂમાડોં જોવા મળ્યો હતો, સાથે સાથે દિલ્હીની આબોહવા પણ પ્રદુષિત થતી અટકવાનું નામ નથી લઈ રહી, આજુ બાજુના રાજ્યોમાં પરાળી બાળવામાં આવતા રાજધાની દિલ્હીનું વાતારણ ખરાબ થઈ રહ્યું છે.અહીં એર ક્વોલિટી ઈન્ડેક્સ ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહ્યો છે.

આજે સવારે હવાની ગુણવત્તાનું સ્તર દિલ્હીના આઇટીઓમાં 254 નોંધાયું હતું અને પટપરગંજમાં 246 માપવામાં આવ્યું હતું. આ બંને ખરાબ કેટેગરીમાં સમાવેશ પામે છે. સવારે રાજપથ પર સાયકલ ચાલકો તેમજ ચલાવા આવતા લોકોને શ્વાસ લેવામાં  પણ તકલીફ પડી રહી હતી એટલી હદે વાતાવરણમાં ઘૂમાડાનું સ્તર જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હરિયાણા અને પંજાબમાં બાળવામાં આવતી પરાળીના કારણએ દિલ્હીની આબોહવા ખરાબ થઈ રહી છે, હવામાં સતત ઘૂમાડો જોવા મળી રહ્યો છે, દિલ્હી સરકાર દ્રારા અનેક પગલા ભરવામામં આવતા હોવા છત્તા હજુ સુધી તેના પર કાબુ મેળવી શકાયો નથી, જો કે બે દિવસ પહેલા કોર્ટએ પણ આજુબાજુના રાજ્યોને પરાળી ન બાળવા અંગે સખ્ત સુચનો આપ્યા હતા.

સાહીન-

Exit mobile version