Site icon hindi.revoi.in

સેલરીમાં ઘટાડાથી પરેશાન ચંદ્રયાન મોકલનારા વૈજ્ઞાનિક! કોંગ્રેસે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો

Social Share

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સદસ્ય મોતીવાલ વોરાએ આજે 30મી જુલાઈએ રાજ્યસભામાં ઈસરોના વૈજ્ઞાનિકોના પગાર કાપવાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જ્યારે આખો દેશ ચંદ્રયાન-2ના લોન્ચિંગ બાદ ઈસરોના વૈજ્ઞાનિકોની સફળતા પર તેમને અભિનંદન આપી રહ્યો છે, ત્યારે ભારત સરકાર તેમના પગાર કાપી રહી છે. ઈસરો વૈજ્ઞાનિકો માટે બે વધારાના પગારની વૃદ્ધિની અનુમતિ રાષ્ટ્રપતિએ આપી હતી. જેથી દેશમાં રહેલા શ્રેષ્ઠ ટેલેન્ટ્સને ઈસરોના વૈજ્ઞાનિક બનવાનું પ્રોત્સાહન મળે. તેની સાથે જ ઈસરો વૈજ્ઞાનિક પણ પ્રેરીત થઈ શકે.

મોતીલાલ વોરાએ કહ્યુ છે કે આ વધારાની વેતન વૃદ્ધિ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 1996માં અંતરીક્ષ વિભાગને વિભાગે લાગુ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું  હતું કે આ વેતન વૃદ્ધિને સ્પષ્ટપણે પગાર માનવામાં આવે. મોતીલાલ વોરાએ ગૃહમાં અપીલ કરી છે કે કેન્દ્ર સરકાર ઈસરોના વૈજ્ઞાનિકોના પગારને કાપે નહીં. 

ભારત સરકારે ચંદ્રયાન-2ના લોન્ચિંગના પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોના પગારમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારે 12 જૂન-2019ના રોજ જાહેર કરવામાં આવેલા એક આદેશમાં કહ્યુ છે કે ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને 1996થી બે વધારાના વેતન વૃદ્ધિ તરીકે મળી રહ્યા છે, પ્રોત્સાહન અનુદાન રાશિને બંધ કરાઈ રહી છે. આ હાલ ત્યારે છે, જ્યારે ઈસરોના વૈજ્ઞાનિકોની સિદ્ધિ પર આખો દેશ ગર્વ કરે છે.

ઈસરોના વૈજ્ઞાનિકોના સંગઠન સ્પેસ એન્જિનિયર્સ એસોસિએશને ઈસરોના ચેરમેન ડૉ. કે. સિવનને પત્ર લખીને માગણી કરી હતી કે તેઓ ઈસરોના વૈજ્ઞાનિકના પગારમાં ઘટાડો કરનારા કેન્દ્ર સરકારના આદેશને રદ્દ કરવામાં મદદ કરે, કારણ કે વૈજ્ઞાનિકો પાસે પગાર સિવાય કમાણીનું અન્ય કોઈ માધ્યમ નથી. એસઈએના અધ્યક્ષ એ. મણિરમને ઈસરો ચીફને લખેલા પત્રમાં કહ્યુ હતુ કે સરકારી કર્મચારીના પગારમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ત્યાં સુધી કરવામાં આવે નહીં, જ્યાં સુધી બેહદ ગંભીર પરિસ્થિતિ ઉભી થાય નહીં. પગારમાં ઘટાડાથી વૈજ્ઞાનિકોના ઉત્સાહમાં ઘટાડો થશે. અમે વૈજ્ઞાનિકો કેન્દ્ર સરકારના નિર્ણયથી બેહદ હેરતમાં છીએ અને દુખી છીએ.

એસઈએ દ્વારા ઈસરો ચીફને લખેલા પત્રમાં બિંદુવાર રજૂ કરવામાં આવેલી માગણીઓ-

ઈસરોના વૈજ્ઞાનિકો માટે બે વધારાની વેતન વૃદ્ધિને મંજૂરી રાષ્ટ્રપતિએ આપી હતી. જેથી દેશમાં રહેલા સારા ટેલેન્ટ્સને ઈસરો વૈજ્ઞાનિક બનવામાં પ્રોત્સાહન મળે. તેની સાથે ઈસરો વૈજ્ઞાનિક પણ પ્રેરીત થઈ શકે. આ અધિક વેતન વૃદ્ધિ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 1996માં અંતરીક્ષ વિભાગમાં લાગુ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે આ વેતન વૃદ્ધિને સ્પષ્ટપણે પગાર માનવામાં આવે.

છઠ્ઠા પગાર પંચમાં પણ આ વેતન વૃદ્ધિને ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવી હતી. તેની સાથે કહેવામાં આવ્યું હતું કે આ લાભ ઈસરોના વૈજ્ઞાનિકોને મળતો રહેવો જોઈએ.

બે વધારાની વેતન વૃદ્ધિ એટલા માટે લાગુ કરવામાં આવી હતી કે ઈસરોમાં આવનારા યુવા વૈજ્ઞાનિકોને નિયુક્તિ સમયથી જ પ્રેરણા મળી શકે અને તેઓ ઈસરોમાં લાંબા સમય સુધી કામ કરી શકે.

કેન્દ્ર સરકારે આદેશમાં પરફોર્મન્સ રિલેટેડ ઈન્સેન્ટિવ સ્કીમનો ઉલ્લેખ છે. અમે એ જણાવવા માંગીએ છીએ કે વધારાની વેતન વૃદ્ધિ અને પીઆરઆઈએસ બંને  સંપૂર્ણપણે અલગ-અલગ છે. એક ઈન્સેન્ટિવ છે, જ્યારે બીજું પગાર છે. બંને એકબીજાની પૂર્તિ કોઈપણ રીતે કરતા નથી.

સરકારી કર્મચારીઓના પગારમાં ત્યાં સુધી કોઈ ઘટાડો કરી શકાય નહીં, જ્યાં સુધી કે બેહદ ગંભીર સ્થિતિ ઉભી થઈ જાય નહીં.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઈ-2019થી આ પ્રોત્સાહન રકમ બંધ થઈ જશે. આ આદેશ બાદ ડી, ઈ, એફ અને જી શ્રેણીના વૈજ્ઞાનિકોને આ પ્રોત્સાહન રકમ હવે મળશે નહીં. ઈસરોમાં લગભગ 16 હજાર વૈજ્ઞાનિકો અને ઈજનેરો છે. પરંતુ આ સરકારી આદેશથી ઈસરોના લગભગ 85થી 90 ટકા વૈજ્ઞાનિકો અને ઈજનેરોને પગારમાં 8થી 10 હજાર રૂપિયાનું નુકસાન થશે, કારણ કે મોટાભાગના વૈજ્ઞાનિક આ શ્રેણીઓમાં જ આવે છે. તેને લઈને ઈસરોના વૈજ્ઞાનિકો નારાજ છે.

મહત્વપૂર્ણ છે કે વૈજ્ઞાનિકોને પ્રોત્સાહીત કરવા, ઈસરો તરફ તેમનો ઝુકાવ વધારવા અને સંસ્થા છોડીને જાય નહીં તેના માટે 1996માં આ પ્રોત્સાહન રકમ શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છેકે છઠ્ઠા પગાર પંચની ભલામણના આધારે નાણાં મંત્રાલય અને વ્યય વિભાગે અંતરીક્ષ વિભાગને સલાહ આપી હતી કે તેઓ આ પ્રોત્સાહન રકમને બંધ કરે. તેના સ્થાને હવે માત્ર પરફોર્મન્સ રિલેટેડ ઈન્સેટિવ સ્કીમ લાગુ કરવામાં આવી છે.

અત્યાર સુધી ઈસરો પોતાના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન રકમ અને પીઆરઆઈએસ સ્કીમ બંનેની સુવિધાઓ આપી રહ્યું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે વધારાના વેતન તરીકે આપવામાં આવતી આ પ્રોત્સાહન રકમને 1 જુલાઈથી મળતી બંધ કરવામાં આવશે.

ઈસરોમાં કોઈ વૈજ્ઞાનિકની ભરતી સી શ્રેણીથી શરૂ થાય છે. તેના પછી તેમનું પ્રમોશન ડી, ઈ, એફ, જી અને આગળની શ્રેણીઓમાં થાય છે. દરેક શ્રેણીમાં પ્રમોશન પહેલા એક ટેસ્ટ હોય છે. તેને પાસ કરનારાઓને આ પ્રોત્સાહન અનુદાન રાશિ મળે છે. પરંતુ હવે જ્યારે જુલાઈનો પગાર ઓગસ્ટમાં આવશે, ત્યારે વૈજ્ઞાનિકોને આમા ઘટાડો જોવા મળશે.

Exit mobile version