Site icon hindi.revoi.in

ISISની ભારત અને બાંગ્લાદેશમાં હુમલાની ધમકી, બંગાળમાં આઈએસનો આતંકી અબુ મુહમ્મદ અલ-બંગાલી સક્રિય

Social Share

નવી દિલ્હી: બાંગ્લાદેશ અને ભારતના પશ્ચિમ બંગાળના કથિત ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના ચીફ અબુ મુહમ્મદ અલ-બંગાલીએ બંને દેશો માટે ધમકી જાહેર કરી છે. અલ-બંગાલીએ ધમકીમાં કહ્યુ છે કે શ્રીલંકા બાદ હવે ભારત અને બાંગ્લાદેશનો નંબર છે.

આઈએસના અલ-બંગાળીએ અંગ્રેજી અને હિંદીમાં પોસ્ટર જાહેર કરીને કહ્યુ છે કે જો તમે વિચારો છો કે બંગાળ અને હિંદમાં તમે ખિલાફાના સિપાહીઓની અવાજ બંધ કરી શકો છો, તો સાંભળો અમે ક્યારેય ખામસો નહીં થઈએ. અમારી બદલાની તરસ ક્યારેય શાંત થવાની નથી.
આઈએસએ સોમવારે સવારે સાડા સાત વાગ્યે બાંગ્લાદેશના ગુલિસ્તાન થિયેટરની નજીક એક નાનકડો વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટમાં કોઈનું મોત નીપજ્યું ન હતું. જો કે કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેના બીજા દિવસે આઈએસ સાથે જોડાયેલા આતંકી સંગઠન અબુ મુહમ્મદ અલ-બંગાલીએ આ પોસ્ટર જાહેર કર્યું હતું. આઈએસએ ઢાકા હુમલાને લઈને મંગળવારે સવારે પોતાના મુખપત્ર અમાક દ્વારા નિવેદન જાહેર કર્યું હતું. તેની સાથે જ તેનો બંગાળીમાં અનુવાદ પણ જાહેર કર્યો હતો. તેના સિવાય બગદાદીના ભાષણની ટ્રાન્સસ્ક્રિપ્ટ પણ જાહેર કરવામાં આવી હતી.

ભારતીય એજન્સીઓ આખા ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. તેમનું માનવું છે કે બાંગ્લાદેશમાં થયેલો નાનકડો વિસ્ફોટ ગેરમાર્ગે દોરવા માટે પણ હોઈ શકે છે. બની શકે કે આની આડમાં બાંગ્લાદેશ અથવા પશ્ચિમ બંગાળમાં મોટા હુમલાની યોજના બનાવવામાં આવી હોય. આઈએસ તરફથી બંગાળી ભાષામાં જાહેર કરવામાં આવેલી ધમકી બાદ તમામ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આઈએસ સમર્થક ટેલિગ્રામ ચેનલે ગત ગુરુવારે બંગાળી ભાષામાં એક પોસ્ટર જાહેર કરીને કહ્યુ હતુ કે જલ્દી આવી રહ્યા છીએ.

એજન્સીએ શીઘ્રોઈ આસ્ચે (જલ્દી આવી રહ્યા છીએ), ઈંશાલ્લાહ લખેલા પોસ્ટર જાહેરથયા બાદ તપાસ શરૂ કરી દીધી છે. પોસ્ટર પર અલ-મુરસલત ગ્રુપના લોકો પણ હતા. આ સંગઠને મંગળવારે પોતાના ધમકી ભરેલા પોસ્ટર જાહેર કર્યા છે. એક અધિકારીએ કહ્યુ છે કે આ ગંભીર મામલો છે. આઈએસએ કોલંબોમાં સ્થાનિક કટ્ટરપંથી સંગઠન તૌહીદ જમાતની મદદથી શ્રેણીબદ્ધ વિસ્ફોટ કર્યા હતા. બાંગ્લાદેશમાં આઈએસની હાજરી સ્થાનિક આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન દ્વારા પહેલેથી જ છે. તેવામાં ભારત માટે ખતરાની અવગણના કરવી યોગ્ય નથી.

આતંક વિરોધી યુનિટના એક અધિકારીએ કહ્યુ છે કે જમાત-ઉલ-મુજાહિદ્દીનના આતંકી કોલકત્તા અને પશ્ચિમ બંગાળને સારી રીતે જાણે છે. પાડોશી દેશ હોવાને કારણે તેમને અહીં ભરતીઓ કરવામાં પણ વધારે મુશ્કેલી પડશે નહીં. તેવામાં આવી ધમકીને નજરઅંદાજ કરી શકાય નહીં. તમામ એજન્સીઓ સતર્ક છે.

Exit mobile version