Site icon hindi.revoi.in

દિલ્હીમાં ISISના એક આતંકીની ધરપકડ -બીજા આતંકીઓને શોધવાની કવાયત હાથ ધરાઈ

Social Share

 

દિલ્હી-: દેશની રાજધાની નવી દિલ્હીના ધૌલા કુઆં પાસે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે,આ એન્કાઉન્ટરમાં આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, સ્પેશ્યલ સેલ ટીમ પણ આ ઓપરેશન પાડ પાડી રહી છે, તેમના જણઆવ્યા પ્રમાણે હજુ પણ આતંકવાદીઓની ધરપકડ થઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે ધરપકડ થયેલા આતંકીનું નામ અબૂ યુસુફ જણાવવામાં આવી રહ્યું છે, આ આતંકી પાસેથી 2 આઈઈડી એટલે કે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસીવ ડિવાઇસ અને હથિયારો ઝપ્ત કરાયા છે, આ ઓપરેશન દિલ્હી પોલીસને પહેલાથી મળેલી બાતમીના આધારે ખાસ ટીમ દ્વારા મોડી રાતે શરુ કરવામાં આવ્યું હતું, જે હાલ પરયંત શરુ છે.

પોલીસને રાજધાની દિલ્હીમાં આતંકીઓ ઘુસ્યા હોવાની બાતમી મળી હતી જેને લઈને પોલીસ ટીમે શોધખોળની કવાયત હાથ ધરી હતી, કહેવામાં આવી રહ્યું છે કે, આ આતંકીઓ એક મહાન હસ્તીને નિશાન બનાવનાર હતા જો કે, તેઓ પોતાના નાપાક ઈરાદાને પાર પાડે તે પહેલા જ તેઓની અટકાયત કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલ આઈએસઆઈએસ આતંકવાદી અબુ યુસુફ ઉત્તર પ્રદેશના બલરામપુરનો છે. બલરામપુરમાં પણ પોલીસની એક ટીમ દરોડા પાડી રહી છે. અબુ યુસુફ સાથે બીજો પણ એક આતંકવાદી હતો, જે ફરાર થઈ ગયો છે. તેની ધરપકડ કરવામાટેની કવાયાત હાથ ધરાઈ છે

દિલ્હી પોલીસનું આ અંગે કહેવું છે કે આઇએસઆઈએસના આતંકવાદીઓ દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની તૈયારીમાં હતા,તેઓનો લોન વુલ્ફ હુમલો કરવાની યોજના હતી. ઘણા સ્થળોએથી આતંકવાદીએ રેકી પણ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હીમાં કેટલાક લોકો અબુ યુસુફને સંસાધનો પૂરા પાડતા હતા, તેમને પકડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રમોદસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે, ધૌલા કુઆંમાં એન્કાઉન્ટર દરમિયાન સ્પેશિયલ સેલે આઈએસઆઈએસના આતંકીને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી આઈઈડી મળી આવી છે. ત્યારે હાલમાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કેટલાક વધુ લોકોની ધરપકડ થાય તેવી શક્યતાઓ છે,

સાહીન-

 

Exit mobile version