Site icon hindi.revoi.in

ISIS  સાથે સંકળાયેલા જુથો કોરોના મામલે અફવાઓ ફેલાવી રહ્યા છે – યૂએન ના રિપોર્ટમાં થયો ખુલાસો

Social Share

દિલ્હી -: સમગ્ર વિશ્વભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાને લઈને અનેક અફવાઓ પણ વધુ ફેલાઈ રહી છે, જેમાં અલ કાયદા અને આઇએસઆઈએસ સાથે સંકળાયેલ સંગઠનો ‘કાવતરાંની કથિત કથાઓ’ ફેલાવવાનું કાવતરુ કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે, કોરોના વાયરસ પશ્ચિમ પર કાફીરોને સજા આપી રહ્યો છે, ‘કોરોના ઈશ્વરનો કહેર’ છે. આ સંગઠનો આતંકવાદીઓ તેનો ઉપયોગ જૈવિક શસ્ત્ર તરીકે ઉશ્કેરણી કરવા માટે કરી રહ્યા છે.સંયૂક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

સંયૂક્ત રાષ્ટ્રના આ રિપોર્ટનું શિષર્ક છે, ‘વાયરસને લઈને ખોટી અફવાઓને અટકાવવી’ , કોરોના મહામારી દરમિયાન આતંકવાદીઓ, હિંસક ઉગ્રવાદીઓ અને ગુનાહિત જૂથો દ્વારા સોશિયલ મીડિયાનો ખરાબ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ‘યુનાઇટેડ નેશન્સ આંતર-પ્રાદેશિક ગુના અને ન્યાય સંશોધન સંસ્થા’ દ્વારા બુધવારના રોજ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટ મુજબ ગુનેગારો અને હિંસક ઉગ્રવાદીઓ આ મહામારીનો ઉપયોગને નેટવર્ક બનાવવા અને સરકારો પર લોકોનો વિશ્વાસ નબળો પાડવાના ઉપયોગમાં લઇ રહ્યા છે અને વાયરસને હથિયાર બનાવવાની વાત કરી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદી, હિંસક ઉગ્રવાદીઓ અને સંગઠિત ગુનાહિત જૂથોએ કોરોના વાયરસને લઈને કાવતરાથી કથિત કથાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘આઈએસઆઈએસ અને અલકાયદાથી જોડાયેલા જૂથોએ પણ વાયરસના સંબંધમાં કાવતરાની કથિત કથાઓ રચી હતી અને લોકોને કહ્યું હતું કે વાયરસ’ અલ્લાહનો સૈનિક ‘છે અને તે કાફીરો અને વર્ષોથી મુસ્લિમોને નુકરશાન પહોંચાડનારા દુશ્મનોને સજા આપી રહ્યો છે. અહેવાલમાં દાખલા આપતાં જણાવવામાં આવ્યું છે કે આઇએસઆઈએસ અને અલ કાયદાએ દાવો કર્યો હતો કે ‘વાયરસ પશ્ચિમમાં વર્તાયેલો ખુદાનો કહેર છે.

અલ કાયદા સાથે જોડાયેલા જૂથોના સંદેશાઓની ઓળખ થઈ

જારી કરવામાં આવેલા આ રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ ફતવા ઈન્ડેક્સમાં કોવિડ -19 ને લગતા આઈએસઆઈએસ અને અલ કાયદા સાથે જોડાયેલા જૂથોના સંદેશાઓની ઓળખ કરી હતી. તેમાં કોરોના વાયરસથી સંક્રમિત આઈએસઆઈએસ સભ્યોનેકહેવામાં આવ્યું હતું કે તેઓ જૈવિક બોમ્બ’ તરીકે કામ કરે અને સંગઠનના દુશ્મનોમાં જાણી જાઈને તેનો પ્રચાર કરે.

સાહીન-

Exit mobile version