Site icon Revoi.in

ઈશા દેઓલ કરશે ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યૂઃ- અભિનેતા અજય દેવગનની વેબસિરિઝ ‘રુદ્ધ’માં જોવા મળશે

Social Share

 

મુંબઈઃ-  દેશમાં જ્યારથી કોરોના મહામારીનો સયમય વર્તાઈ રહ્યો છે ત્યારથી મનોરંજનની બુનિયામાં ડિજિટલ પ્લેટફઓર્મની ડિમાન્ડ વધતી જતી જોવા મળી છે અનેક બોલિવૂડના મોટા સિતારાઓએ ડિજિટલ વર્લેડમાં ઝંપલાવ્યું છે. ત્યારે આ શ્રેણીમાં હવે અભિનેત્રી ઈશા દેઓલ પણ જોવા મળી રહી છે.તે હવે અજય દેવગનની અપકમિંગ સિરીઝ ‘રુદ્રઃ ઘ એજ ઓફ ડાર્કનેસ’ માં જોવા મળશે.

અભિનેત્રી ઈશા દેઓલ આમ તો ઘણા સમયથી ફિલ્મી દુનિયાથઈ દૂર જોવા મળે છે, જો કે હવે તેએ આ વાતની ખરાઈ કરી છે કે, તે હવે ડિજિટલમાં ડેબ્યુ કરવા જઈ રહી છે,તેણે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે, “ ‘રુદ્ર’ મારી પ્રથમ વેબ સિરીઝ છે અને તે પણ આવા અદ્ભુત અભિનેતા અજય દેવગન સાથે, જે ફિલ્મોમાં મારા સહ-કલાકાર રહી ચૂક્યા છે ”.

 

ઉલ્લેખનીય છે તે જ્યારથી  અજય દેવગણે આ વેબ સિરીઝની ઘોષણા કરી છે, ત્યારથી ઈશા દેઓલ ઘણી ચર્ચામાં જોવા મળી રહી છે. આ વેબ સિરિઝને લઈને અવનવી એપડેટ્સ બહાર આવતી રહેતી હોય છે,ઇશાને કારણે હવે આ સિરીઝ ચર્ચાનું કારણ બની છે.

આ વેબસિરીઝનું ચર્ચાનું કારણ એટલા માટે બની છે કે,તે બોલીવુડથી લગભગ ગાયબ થઈ ચૂકી હતી ત્યાર બાદના લાંબા ,સમય પછી  ઇશા આ સિરીઝની સાથે ફરી એકવાર અભિનયની દુનિયામાં વાપસી કરવા જઇ રહી છે. જો રિપોર્ટ્સ ની વાત માનવામાં આવે તો આ વેબ સિરીઝમાં પર ઈશા અજયની ગર્લફ્રેન્ડની ભૂમિકા નિભાવતી જોવા મળશે.