- ક્રિકેટરસિયાઓ માટે ખુશખબરી
- આઈપીએલ 2020 નું શેડ્યુલ થશે જાહેર
- ચેરમેન બ્રિજેશ પટેલે કરી જાહેરાત
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન આ વર્ષે યુએઇમાં યોજાઈ રહી છે અને ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યુલ આવતીકાલે રવિવારે જાહેર કરવામાં આવશે. આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે આ માહિતી આપી છે.
આ લીગ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 10 નવેમ્બર સુધી રમવામાં આવશે, પરંતુ હજી સુધી તેનું સંપૂર્ણ શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું નથી. જોકે અગાઉ એવું કહેવાતું હતું કે શેડ્યૂલ ગત શુક્રવારે જાહેર કરવામાં આવશે પરંતુ તે થયું નહીં.
આઇપીએલ સીઝન -13 માટે લીગની તમામ 8 ફ્રેન્ચાઇઝી યુએઈ પહોંચી છે. યુએઈની તમામ ટીમો સુરક્ષાના ઘેરા હેઠળ તાલીમ આપી રહી છે. એવામાં, તેઓ પણ આતુરતાથી આઈપીએલના શેડ્યૂલની રાહ જોશે.
આ પહેલા આ ટૂર્નામેન્ટ ભારતમાં 29 માર્ચે યોજાવાની હતી. પરંતુ કોરોના વાયરસ મહામારીના આ અનિશ્ચિત સમય માટે તે મુલતવી રાખવામાં આવી હતી. જોકે, હવે આ ઇવેન્ટ યુએઈમાં યોજાનાર છે.
જો કે ક્રિકેટ પ્રેમીઓ તો વિશ્વના દરેક દેશોમાં છે અને કોરોનાવાયરસની બીમારીએ પણ દરેક દેશને શિકાર બનાવ્યો છે તો આઈપીએલ-2020માં મેચ જોવા આવનારા પ્રેક્ષકો અંગે પણ કોઈ જાહેરાત થઈ નથી અને આઈપીએલમાં સ્ટેડિયલ ખાલી જોવા પણ મળી શકે છે. સ્ટેડિયમમાં વધારે ઓડિયન્સ આવવાના કારણે કોરોનાવાયરસની બીમારી ફેલાવવાનું જોખમ પણ વધારે રહેલું છે.
_Devanshi