Site icon Revoi.in

આઈપીએલ 2020 શરૂ થતાં પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ કેમ્પમાં ‘સુપર ડુપર એવોર્ડ્સ’નું આયોજન

Social Share

મુંબઈ: આઈપીએલ 2020 શરૂ થતાં પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે તેમના કેમ્પમાં ‘સુપર ડુપર એવોર્ડ્સ’નું આયોજન કર્યું હતું. આ એવોર્ડ સમારોહમાં ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન અને તેમની ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સીએસકેએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સમારોહની એક તસવીર શેર કરી છે. જેમાં ધોની, બ્રાવો, વોટસન સહિતના ઘણા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું છે. સીએસકેએ કહ્યું છે કે કઈ સિદ્ધિ માટે કયા ખેલાડીને એવોર્ડ આપવામાં આવે છે.

સીએસકેએ ધોની વિશે લખ્યું હતું કે ” ધોનીએ આઈપીએલ 2019માં ટીમને લીડ કરી હતી અને તે સીઝનમાં તે સીએસકે માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો”.

બ્રાવો આ સમારોહમાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. બ્રાવો ટી 20 ક્રિકેટમાં 500 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા છે. તેને આ ઉપલબ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સિવાય 2019ની આઈપીએલની એક મેચમાં ઈજાગ્રસ્ત થવા છતાં શેન વોટસને શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમના આ જુનુન માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન જાડેજાને એવોર્ડમાં સુવર્ણ તલવાર મળી. જાડેજા આઈપીએલનો સૌથી સફળ ડાબા હાથનો સ્પિનર છે, જેના કારણે સીએસકેએ તેનું સન્માન કર્યું હતું.

ખેલાડીઓ ઉપરાંત સીએસકેએ તેના કોચ અને સપોર્ટીંગ સ્ટાફને પણ સન્માનિત કર્યા હતા.

જાડેજાએ પણ આ એવોર્ડ માટે સીએસકેનો આભાર માન્યો હતો. જાડેજાએ ટ્વિટ કર્યું હતું કે ‘મને આ એવોર્ડ આપવા બદલ ચેન્નાઈ સુપર કિંગ્સનો ખુબ – ખુબ આભાર. આ અદ્ભુત ફ્રેન્ચાઇઝ માટે રમવું મારા માટે સન્માનની વાત છે. આ મારા માટે એક અવસર છે, જેને હું રોજ જમા કરું છું. હવે હું આઈપીએલની 13 મી સીઝનની રાહ જોઈ રહ્યો છું. ‘

_Devanshi