Site icon hindi.revoi.in

INX મીડિયા કેસમાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી પણ આંચકો, તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

Social Share

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે આઈએનએક્સ મીડિયા મામલામાં ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની આગોતરા જામીન અરજીને નામંજૂર કરી છે. આ મામલામાં હવે સીબીઆઈ તેમની ધરપકડ કરી શકે છે. આ ધરપકડથી બચવા માટે ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પી. ચિદમ્બરમે દિલ્હી હાઈખોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટની દિશા પકડી છે. જેમાં આઈએનએક્સ મીડિયા મામલા સંદર્ભે તેમની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને આની તાત્કાલિક સુનાવણી કરવાની અપીલ કરી હતી. પંરતુ સુપ્રીમ કોર્ટે જલ્દીથી સુનાવણીનો ઈન્કાર કર્યો હતો. આ મામલે હવે બુધવારે સુનાવણીની શક્યતા છે.

આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગના મામલામાં આરોપી બનાવવામાં આવેલા ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની આગોતરા જામીન મામલે મંગળવારે હાઈકોર્ટે પોતાનો ચુકાદો ફરમાવ્યો હતો. સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલામાં ચિદમ્બરમ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મામલો નોંધ્યો છે. જ્યારે ઈડીએ મની લોન્ડ્રિંગનો મામલો દાખલ કર્યો છે. જસ્ટિસ સુનીલ ગૌડે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચિદમ્બરમની આગોતરા જામીન અરજી પર 25 જાન્યુઆરીએ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

ઈડીએ ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને યુપીએના કાર્યકાળમાં થયેલા કથિત એવિએશન ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે પૂછપરછ માટે 23 ઓગસ્ટે તલબ કર્યા છે. ઈડીના અધિકારીઓએ આ જાણકારી આપી છે. અધિકારીઓ પ્રમાણે, મામલો 2006માં થયેલા અબજો રૂપિયાના એવિએશન સોદાથી એર ઈન્ડિયાને થયેલા નાણાંકીય નુકસાન અને આંતરરાષ્ટ્રીય એવિએશન કંપનીઓના હવાઈ સ્લોટના નિર્ધારણમાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલો છે.

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ અને તેમના પત્ની શ્રીનિધિ રંગરાજને પોતાની વિરુદ્ધ ચાલી રહેલા મામલાને આર્થિક અપરાધ અદાલતમાંથી વિશેષ કોર્ટમાં સ્થાનાંતરીત કરવાના નિર્ણય વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમની અગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. તેમણે કોર્ટમાંથી ત્રણ દિવસની મહોલત માંગી છે.

આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ હવે ઈડી અને સીબીઆઈ જલ્દીથી ચિદમ્બરમની ધરપકડ કરવા ચાહે છે.

હાઈકોર્ટથી અગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ પી. ચિદમ્બરમના વકીલ હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.

ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડમાંથી ગેરકાયદેસર રીતે સ્વીકૃતિ અપાવવા માટે 305 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.

આ કેસમાં અત્યાર સુધી ચિદમ્બરમને કોર્ટમાંથી લગભગ બે ડઝન વખત વચગાળાનું પ્રોટેક્શન અથવા ધરપકડ પર રોકની રાહત મળી ચુકી છે.

આ મામલો 2007નો છે, જ્યારે પી. ચિદમ્બરમ નાણાં પ્રધાન પદે હતા.

આરોપ છે કે આઈએનએક્સ મીડિયાના ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાંથી ગેરકાયદેસર રીતે સ્વીકૃતિ અપાવવા માટે કથિતપણે 305 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી.

આ મામલામાં સીબીઆઈ અને ઈડી પહેલા જ ચિદમ્બરમના પુત્ર કાર્તિની ધરપકડ કરી ચુકી છે. હાલ કાર્તિ જામીન પર છે.

આ મામલામાંમહત્વનો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે ઈન્દ્રાણી મુખર્જી  જુલાઈએ સરકારી સાક્ષી બની ગઈ.

2017માં સીબીઆઈએ આ મામલામાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાંથી મળેલી મંજૂરીમાં ગડબડ પર એફઆઈઆર નોંધી હતી. જ્યારે ઈડીએ 2018માં મની લોન્ડ્રિંગનો મામલો નોંધ્યો હતો.

આ મામલામાં આઈએનએક્સ મીડિયાની માલિકણ અને આરોપી ઈન્દ્રાણી મુખર્જીને આ કેસમાં અપ્રૂવર બનાવવામાં આવી અને આ વર્ષે તેનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવામાં આવ્યું.

સીબીઆઈ પ્રમાણે, ઈન્દ્રાણી મુખર્જીએ સાક્ષી આપી છે કે તેણે કાર્તિ ચિદમ્બરમને 10 લાખ રૂપિયા આપ્યા હતા.

Exit mobile version