Site icon hindi.revoi.in

આંધ્રપ્રદેશની દિવ્યાંગ યુવતી કોરોના પીડિતો માટે બની સુપર હિરો, પાંચ મહિનાના પેન્શનનું દાન

Social Share

મુંબઈઃ કોરોના મહામારીમાં શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે બોલિવુડના અભિનેતા સોનુ સુદ હંમેશા તૈયાર કરે છે. જો કે, હવે તેમને એક એવી સુપર વુમન મળી છે. જેને નિસ્વાર્થ ભાવથી કરેલા કામથી સોનુ સૂદ સહિત લોકોનું દિલ જીતી લીધું છે. દરમિયાન એક દિવ્યાંગ યુવતીએ સોનુ સૂદ ચેરીટી ફાઉન્ડેશનમાં રૂ. 15000નું દાન કર્યું છે. સોનુ સૂદે પોતાના ટ્વીટ હેન્ડલ પર આ યુવતીની તસ્વીર શેર કરીને તેની જાણકારી આપી છે.

સોનુ સૂદે ટ્વીટ કરીને એક યુવતીની તસ્વીર શેર કરી છે. તેમજ લખ્યું છે કે, બોડ્ડૂ નાગા લક્ષ્મી એક દિવ્યાંગ યુવતી અને યુટ્યુબર છે. આંધ્રપ્રદેશના એક નાના ગામ વરીકુંટાપાડૂની રહેવાસી લક્ષ્મીએ સુદ ફાઉન્ડેશનને રૂ. 15000 દાન કર્યાં છે. આ તેમના પાંચ મહિનાના પેન્શનની રકમ છે. મારા માટે આ યુવતી સૌથી અમીર ભારતીય છે. આપને કોઈનું દુઃખ જોવા માટે આંખોની જરૂર નથી. આ એક અસલી હિરો છે.

સોનુ સૂદની આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમજ લોકો કોમેન્ટ કરે છે. અત્યાર સુધીમાં 48 હજારથી વધારે લોકોએ ટ્વીટને લાઈક કરી છે. જ્યારે 8 હજારથી વધારે લોકોએ રિટ્વીટ કરી છે. આ યુવતીએ મદદ કર્યાં બાદ લોકો કેવી રીતે મદદ કરી શકાય તે અંગે સોનુ સૂદન પૃચ્છા કરે છે. ભારતમાં કોરોના વાયરસ ફેલાયા બાદ સોનુ સુદ સતત લોકોની મદદ કરી રહ્યાં છે. તેમણે કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉનમાં પ્રવાસી શ્રમજીવીઓને તેમના ઘરે મોકલ્યાં હતા. એટલું જ નહીં અનેક લોકોને રોજગારી મળી રહે નોકરી શોધવાની સાથે અનાજની અને મેડિકલ સુવિધાની પણ વ્યવસ્થા કરી આપી હતી.

Exit mobile version