1. Home
  2. revoinews
  3. ગુજરાતીનો ડંકો! અમેરિકામાં સરકારની એજન્સીમાં થશે આ ગુજરાતીની નિયુક્તિ
ગુજરાતીનો ડંકો! અમેરિકામાં સરકારની એજન્સીમાં થશે આ ગુજરાતીની નિયુક્તિ

ગુજરાતીનો ડંકો! અમેરિકામાં સરકારની એજન્સીમાં થશે આ ગુજરાતીની નિયુક્તિ

0
  • ગુજરાતીઓ માટે વધુ એક ગર્વના સમાચાર
  • દેવેન પારેખ અમેરિકામાં સરકારની એજન્સીમાં બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં થશે સામેલ
  • તેમની આ નિમણુંક ત્રણ વર્ષ માટે રહેશે

ગુજરાતીઓ માટે વધુ એક ગર્વના સમાચાર મળી રહ્યા છે. આપણા ગુજરાતીએ વધુ એક વખત વિદેશમાં ડંકો વગાડ્યો છે. યુએસમાં ખાનગી વિકાસના પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પુરી પાડતી સરકારની એક સ્વતંત્ર એજન્સીના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં ગુજરાતી મૂળના ગ્લોબલ વેન્ચર કેપિટલિસ્ટને મૂકવામાં આવશે. ટ્રમ્પે આ વાત જાહેર કરી હતી. બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ ઑફ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પો.ના સભ્ય તરીકે તેમની નિમણુંક ત્રણ વર્ષ માટે રહેશે.

પ્રાપ્ત વિગતો અનુસાર દેવેન પારેખ વર્ષ 2016 થી 2018 સુધી ઓવરસીઝ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ હતા અને વર્ષ 2010-2012 સુધી યુનાઇટેડ સ્ટેટ્સ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્કની સલાહકાર ટીમમાં પણ સેવા આપી ચૂક્યા છે. દેવેન પારેખ એ યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની વ્હાર્ટન સ્કુલમાંથી અર્થશાસ્ત્રમાં બીએસની ડીગ્રી મેળવી હતી.

તે ઉપરાંત તેમણે વર્ષ 1992-2000માં બેરેમ્સન મિલેના એન્ડ કંપનીમાં અનેક ઉચ્ચ હોદ્દા પર કામગીરી બજાવી હતી. બ્લોકસ્ટેન ગ્રુપમાં તેઓ નાણાકીય સલાહકાર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે હવે તેઓ વધુ એક ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત થવા જઇ રહ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.