Site icon Revoi.in

વલસાડની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની સમસ્યા, જરૂરી સુવિધા વગર કેવી રીતે કરવી સારવાર?

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીની સામે સરકાર હાલ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને તે વાત જગ જાહેર છે પણ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્ન તબીબો પરેશાન થઈ રહ્યા છે અને હવે હડતાળ પર ઉતર્યા છે.

કારણ છે કે દેશમાં હાલ કોરોનાવાયરસનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરોને જે PPE કીટ અને N-95 માસ્ક આપવામાં આવે છે તે જરૂરી વસ્તુઓ વલસાડના સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્ન તબીબોની મળી રહી નથી.

હોસ્પિટલમાં કામ કરનારા ઈન્ટર્ન તબીબોના કહેવા અનુસાર તે લોકો હાલ કોરોનાવાયરસના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે અને આવા સમયમાં ડૉક્ટરો માટે સૌથી જરૂરી ગણાતા એન-95 માસ્ક, પીપીઈ કીટ અને સેનેટાઈઝર નહીં મળતા હોવાના કારણે હવે તેઓ હડતાળ પર ઉતર્યા છે.

મહત્વનું  કે ઈન્ટર્ન ડોક્ટરોના કહેવા અનુસાર તે લોકો આ મુદ્દે સરકારને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી. કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા 150 થી વધુ ઇન્ટન ડોકટરોને જ્યાં સુધી સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

જો કે, દર્દીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. તેમજ હાઈ રીસ્ક ધરાવતા ડોકટરોનું રોજ ચેકઅપ અને ટેસ્ટ થાય તેની પણ માંગણી કરી છે.

(VINAYAK)