Site icon hindi.revoi.in

લોનધારકો માટે ખુશખબર –  લોનના વ્યાજ પરનું વ્યાજ કરાશે માફ, કેન્દ્ર સરકારનો નિર્ણય

Social Share

જો તમે કોરોના મહામારી દરમિયાન લોન મોરેટોરિયમનો લાભ લીધો છે તો તમારા માટે રાહતના સમાચાર છે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપેલી માહિતી મુજબ હવે, હવે બેંક તરફથી લોન ધારકો પર લાદવામાં આવેલા ચાર્જ નહી વસુલવામાં આવે,

આ બાબતે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે કે એમએસએમઇ, શિક્ષણ, હોમ, ગ્રાહક અને ઓટો લોન પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવામાં આવશે. આ સિવાય ક્રેડિટ કાર્ડના બાકી લેણાં પર પણ આ વ્યાજ વસુલવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે મહામારીની સ્થિમાં સરકારે વ્યાજ મુક્તિનો ભાર વેઠે તે જ એકમાત્ર સમાધાન છે.

ઉલ્લેખીનીય છે કે, કોરોના સંકટને કારણે માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકડાઉની અસર કામ ઘંઘા પર પડી હતી, ઘણા લોકો લોનની EMI ચૂકવવાની સ્થિતિમાં નહોતા. આ સમગ્ર બાબતેને જોતા, ભારતીય રિઝર્વ બેંકના આદેશથી, બેંકોને ઇએમઆઈ ન ભરવા બદલ 6 મહિનાનો વધું સમય આપવામાં આવ્યો, પરંતુ સૌથી મોટી સમસ્યા એ મોરેટોરિયમના બદલામાં વસુલાતો ચાર્જ હતો જે હવે નહી ભરવો પડે.

કેન્દ્ર સરકારે આપેલી આ રાહતનો અર્થ એ છે કે લોન મોરટોરિયમનો લાભ લેનારા લોકોને હવે વ્યાજ પર વધારાના પૈસા ચૂકવવા નહીં પડે. આ પ્રાકરના ગ્રાહકોએ હવે માત્રને માત્ર  લોનના સામાન્ય વ્યાજની ચુકવણી કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે વિતેલા મહિના ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે મોરટોરિયમ કેસમાં કેન્દ્ર સરકાર પર સખ્ત ટીકા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ અંગે સોગંદનામું દાખલ કરીને, કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ અને રિઝર્વ બેંકની આડમાં પોતાનો બચાવ ન કરવો જોઈએ, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો

સાહીન-

Exit mobile version