Site icon hindi.revoi.in

શ્રીનગર, અવંતીપોરા એરબેસ પર આતંકવાદી હુમલાનું ઈન્ટેલિજન્સ એલર્ટ, વધારવામાં આવી સુરક્ષા

Social Share

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને અવંતીપોરામાં આતંકી હુમલાને લઈને સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે શ્રીનગર અને અવંતીપોરા એરબેસને આતંકી નિશાન બનાવે તેવી જાણકારી ઈન્ટેલિજન્સ એજન્સીઓને મળી છે. આ ઈનપુટ્સને કારણે સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે અને એરબેઝની સુરક્ષાને વધારવામાં આવી છે.

લોકસભા ચૂંટણીઓને જોતા દેશભરમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શોપિયાંમાં થયેલા ગુરુવારના આતંકી હુમલા બાદ ઈન્ટેલિજન્સ એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ પર છે. સૂત્રોનું કહેવું છે કે એરબેસની સુરક્ષા વધારવામાં આવી છે. આના પહેલા આ સપ્તાહે સુંજુવાન સૈન્ય છાવણીની બહાર પણ એક શંકાસ્પદને પકડવામાં આવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે શોપિયાં જિલ્લામાં ગુરુવારે પણ એક આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓની સાથે અથડામણમાં એક જવાન શહીદ થયો છે. પોલીસ પ્રવક્તાનું કહેવું છે કે ઘાયલ જવાન રોહિત યાદવે હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીદો હતો. શોપિયાંના હંદેવ વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓ સામે લડતા રોહિત યાદવ ગંભીરપણે ઘાયલ થયા હતા. આ અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

પ્રવક્તાનું કહેવું છે કે ઠાર થયેલા આતંકીઓની ઓળખ યાવર અહમદ ડાર, શકીલ અહમદ ડાર અને ઈશ્તિયાક ભટ્ટ તરીકે થઈ છે. આ ત્રણેય આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનની સાથે જોડાયેલા હતા.

Exit mobile version