Site icon hindi.revoi.in

જેલમાં હથિયાર લહેરાવાનો વીડિયો વાયરલ, ઉન્નાવમાં 4 જેલકર્મીઓ પર એક્શન

Social Share

ઉન્નાવ: યુપીની ઉન્નાવ જેલના મામલામાં બુધવારે આકરી કાર્યવાહી થઈ છે. ઉન્નાવ જેલના અધિક્ષક એ. કે. સિંહના રિપોર્ટના આધારે ચાર જેલકર્મીઓ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે. બે હેડ વોર્ડર અને બે જેલ વોર્ડર વિરુદ્ધ વિભાગીય કાર્યવાહીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. હવે ચારેય જેલકર્મીઓની વિરુદ્ધ બરતરફીની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે અહીં આજીવન કેદની સજા કાપી રહેલા બે કેદીઓનો જેલની અંદર હથિયાર લહેરાવતો વીડિયો વાયરલ થયો હતો. આ મામલાને કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો અને જિલ્લાધિકારીએ જેલ અધિકક્ષકને આકરો ઠપકો આપીને રિપોર્ટ તલબ કર્યો હતો.

ઉન્નાવ જેલમાં તેનાત હેડ વાર્ડર માતાપ્રસાદ અને હેમરાજની સાથે જેલ વોર્ડર સલીમ અને અવધેશ સાહૂની વિરુદ્ધ વિભાગીય કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આ ચાર જેલકર્મીઓની મિલીભગતથી બદમાશોએ હથિયાર લહેરાવતો વીડિયો બનાવ્યો અને તે વાયરલ થયો હતો. હવે જેલ વિભાગમાં બદમાશો સાથે મિલીભગત કરનારા જેલકર્મીઓને પણ બરતરફ કરવાની તૈયારી કરવામાં આવી છે.

ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બુધવારે સાંજે જિલ્લાધિકારી દેવેન્દ્રકુમાર પાંડેય, એસપી માધવપ્રસાદ વર્મા, એડીએમ રાકેશકુમાર સિંહ, એએસપી વિનોદકુમાર પાંડે, સીઓ સિટી ઉમેશચંદ્ર ત્યાગી સહીતના અડધો ડઝન અધિકારી જિલ્લા જેલ પહોંચીને તપાસ કરી હતી. વીડિયો વાયરલ થવાથી થયેલી બદનામી પર ડીએમએ જેલ અધિક્ષક એ. કે. સિંહ અને જેલ બૃજેન્દ્રસિંહને ઠપકો આપ્યો હતો તતા મામલાની તાત્કાલિક તપાસ માટે રિપોર્ટ પણ તલબ કર્યો હતો.

અત્યાર સુધીની તપાસમાં હેડ વાર્ડર માતાપ્રસાદ, હેમરાજ, જેલ વાર્ડર અવધેશ સાહ અને સલીમ ખાનની મિલીભગત હોવાનું ઉજાગર થયું છે. જિલ્લા પ્રશાસન હવે તેમને બરતરફ કરવાની તૈયારીમાં લાગ્યું છે. તપાસમાં ઉજાગર થયું છે કે એક સાજિશ હેઠળ હથિયાર લહેરાવતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.

Exit mobile version