ભારતની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના સહસંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ એક કાર્યક્રમ દરમિયાન અર્થવ્યવસ્થાના મામલામાં મોદી સરકારને સલાહ આપી છે. નારાયણમૂર્તિએ પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે આપણી સરકારે વધારે નાગરીક હિતૈષી, અને એન્ટરપ્રેન્યોરશિપને વધુ સરળ બનાવવી જોઈએ. જેનાથી વધારેમાં વધારે સંખ્યામાં નોકરીઓ પેદા થઈ શકે. અમારી આર્થિક નીતિઓ લોકપ્રિય હોવાના સ્થાને એક્સપર્ટ આધારીત હોવી જોઈએ.
નારાયણમૂર્તિ ગોરખપુરની મદનમોહન માલવીય યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના દિક્ષાંત સમારંભમાં સામેલ થયા હતા. આ સમારંભમાં તેમણે આ વાતો રજૂ કરી હતી. નારાયણમૂર્તિએ આગળ કહ્યુ છે કે અમારી અર્થવ્યવસ્થા 6-7 ટકાના દરથી પ્રતિવર્ષ આગળ વધી રહી છે. ભારત આજે દુનિયામાં સોફ્ટવેર ડેવલપમેન્ટનું કેન્દ્ર બની ગયું છે. આપણો વિદેશી હુંડિયામણનો ભંડાર 400 અબજ ડોલર પર પહોંચી ગયો છે. તો રોકાણકારોનો વિશ્વાસ પણ ઊંચાઈ પર છે.
નારાયણમૂર્તિએ કહ્યુ છે કે 300 વર્ષોમાં પહેલીવાર આમ થયું છે કે દેશમાં આવો આર્થિક માહોલ છે, જેનાથી આપણો આ વિશ્વાસ મજબૂત થયો છે કે અમે ગરીબી હટાવી શકીએ છીએ અને દરેક ભારતીય માટે એક સોનેરી ભવિષ્ય બની શકે છે.
ઈન્ફોસિસના સહસંસ્થાપક નારાયણમૂર્તિએ આગળ કહ્યુ છે કે આ સરળ છે કે આપણે ખુદને રાષ્ટ્રીય ધ્વજથી લપેટી લઈએ અને મેરા ભારત મહાન બૂમો પાડીએ તથા જય હોના નારા લગાવીએ, પરંતુ પોતાના સંસ્કારોનું નિર્વહન કરવું ઘણું મુશ્કેલ હોય છે. દેશભક્તિનો અર્થ છે કે આપણે દરેક ભારતીય પાસે તેનું શ્રેષ્ઠ કઢાવીએ. દેશહિતને પોતાના હિતોથી ઉપર રાખીએ.
નારાયણમૂર્તિએ કહ્યુ છે કે એક તરફ દેશ ઝડપથી આર્થિક વિકાસ કરી રહ્યો છે, તે તેની સમાંતર એક બીજું ભારત પણ છે, જ્યાં ગરીબી, નિરક્ષરતા, કુપોષણ અને ખરાબ સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ છે. તેને દૂર કરવા માટે જરૂરી પગલા ઉઠાવવા પડશે. નારાયણમૂર્તિ જે સમયે મંચ પરથી પોતાનું સંબોધન કરી રહ્યા હતા, તે સમયે ત્યાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ હાજર હતા. મહત્વપૂર્ણ છે કે યુનિવર્સિટીના દિક્ષાંત સમારંભમાં એન. નારાયણમૂર્તિને ડોક્ટરેટની ડિગ્રીથી નવાજવામાં આવ્યા હતા.