Site icon hindi.revoi.in

સિંધુ જળ સંધિને 60 વર્ષ પૂર્ણ છત્તા પાકિસ્તાન-ભારતનો પાણી માટેનો વિવાદ ત્યાંનો ત્યાંજ

Social Share

અમદાવાદ: 19 સપ્ટેમ્બર એટલે કે આજના જ દિવસે વર્ષ 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણીને લઈને જળસંધિ કરવામાં આવી હતી અને આજે તેને 60 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી આ સિંધુ જળસંધિમાં વિશ્વ બેંકે મધ્યસ્થતાની ભૂમિકા નિભાવી હતી અને તે વાત પણ જગજાહેર છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળસંધિને લઈને અનેકવાર સંબંધ ખરાબ થયા છે.

ઑગષ્ટ મહિનાની શરૂઆતમાં જ વિશ્વ બેન્કે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે અને સિંધુ જળસંધિ વિવાદમાં મધ્યસ્થતા કરવાની ના પાડી દીધી છે અને વિશ્વ બેંકે વધારે જણાવતા કહ્યું કે બંન્ને દેશોએ કોઈ તટસ્થ રીતે નિકાલ લાવવો જોઈએ, સિંધુ જળસંધિમાં અમે કાંઈ કરી શકીએ નહી.

સિંધુ જળસંધિને લઈને વિવાદનું કારણ એ છે કે આઝાદી પછી ભારત અને પાકિસ્તાનમાં પાણીને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો અને સિંધુ જળસંધિ જેમાં સિંધુ, જેલમ, ચિનાબ, રાવી અને વ્યાસ નદી પણ સામેલ છે અને આ નદી ભારત અને પાકિસ્તાન બંન્નેમાં વહે છે. પાકિસ્તાનનો આ મુદ્દે ભારત પર આરોપ છે કે ભારત નદી પણ બાંધ બાંધીને નદીનું પાણી રોકી રહ્યું છે અને તેના કારણે પાકિસ્તાનમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ વિવાદ વધી જતા 1949માં અમેરિકાના જાણકાર ટેનસી વેલી ઓથોરીટીના પૂર્વ પ્રમુખ ડેવિડ લિલિયંથલએ આને ટેક્નિકલ રીતે સોલ્વ કરવાનું કહ્યું હતુ અને તેમના અભિપ્રાય બાદ વર્ષ 1951માં વિશ્વ બેંકે તત્કાલ અધ્યક્ષ રોબર્ટ બ્લેકએ મધ્યસ્થતા કરાવવાની વાત સ્વીકારી હતી. અને તે બાદ 1960માં સપ્ટેમ્બર મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળસંધિ થઈ હતી.

ભારતને સિંધુ જળસંધિને લઈને પાકિસ્તાન દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી રહી છે જેમાં પાકિસ્તાન કહે છે કે ભારત દ્વારા પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો પરિણામ ગંભીર આવશે.

સિંધુ જળસંધિ પર હસ્તાક્ષર ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને કર્યા હતા અને કરાર મુજબ પુર્વ ક્ષેત્રની ત્રણ નદી રાવી, વ્યાસ અને સતલુજ પર ભારતનો અધિકાર રહેશે અને પશ્ચિમ ક્ષેત્રની નદી સિંધુ, ચિનાબ અને જેલમનું થોડું પાણી પાકિસ્તાનને આપવામાં આવશે. ભારતને પણ આ નદીઓના પાણીમાંથી ખેતી, વહન અને ઘરેલુ ઉપયોગ કરવાનો અધિકાર છે. ઉપરાંત, ભારત ડિઝાઇન અને કામગીરીના કેટલાક પરિમાણો હેઠળ જળવિદ્યુત પ્રોજેક્ટ્સનો વિકાસ કરી શકે છે. ત્રણ નદીઓના કુલ 1680 મિલિયન એકર ફીટ પાણીમાંથી, ભારતનો હિસ્સો 3.30 એકર આપવામાં આવ્યો છે, જે કુલ પાણીની માત્રાના 20 ટકા જેટલો છે. જો કે, ભારત તેના પાણીના 93-94 ટકા હિસ્સાનો ઉપયોગ કરે છે.

પાકિસ્તાનને ભારતના 330 મેગાવોટ કિશનગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને 850 મેગાવોટ રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ પર વાંધો છે. જ્યારે ભારત કહે છે કે અમે વર્લ્ડ બેંકના નિયમો અનુસાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે આ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ.

વિનાયક-

Exit mobile version