Site icon Revoi.in

ઈન્ડિગોના પ્રમોટર્સ વચ્ચે વિવાદ વકર્યોઃ ઈન્ડિગોની સરખામણી પાનની દુકાન સાથે

Social Share

ઈન્ડિગોના સંસ્થાપકો વચ્ચે વિવાદ

રાકેશ ગંગવાલે સહ સંસ્થાપક સામે ફરિયાદ કરી

ગંગવાલે વડાપ્રધાન મોદીને મોકલ્યો લેટર

ગંગવાલે રજુ કરેલા લેટરમાં ભાટીયા વિરુધ ફરિયાદ

રાહુલ ભાટીયા અને રાકેશ ગંગવાલ વચ્ચે મહાભારત

બન્ને સંસ્થાપકો ઉતર્યા વાદવિવાદમાં

દેસી ઍરલાઈન્સ ઈન્ડિગોના પ્રમોટર્સ રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટીયા વચ્ચે વિવાદ વકર્યો છે જેમાં તેઓ છેલ્લી કક્ષાની હદ વટાવી ચુક્યા છે , પ્રમોટર રાકેશ ગંગવાલે કંપનીના કોર્પોરેટ ગવર્નેસની બાબતમાં ગંભીર ભૂલો કાઢતા કહ્યું હતુ કે “એક પાનની દુકાન પણ આના કરતા વધુ સારી રીતે ચાલતી હશે” આ ઉપરાંત રાકેશ ગંગવાલે એસઈબીઆઈ ને માકલવામાં આવેલ ફરિયાદમાં તેના સાથી ભાટીયા પર ગંભીર આરોપ લગાવ્યા છે અને જણાવ્યું કે ભાટીયાએ એવા કેટલાક આપવા લેવાના વ્યવહારો કર્યો છે કે જેને લઈને અનેક સલાવ ઉઠવા પામશે.
રાકેશ ગંગવાલ ઈન્ડિગોના બીજા પ્રમોટર અને સહ-સંસ્થાપક રાહુલ ભાટીયા સાથે એક ઊંડી લડાઈમાં ગરકાવ થયા છે, કોરપોરેટ ગવર્નસની ખામીઓને લઈને સિક્યોરેટી એન્ડ એક્સચેન્જ બોર્ડ એફ ઈન્ડિયાને ફરિયાદ કરી છે જેમાં રાહુલ ભાટીયા પર અનેક લેનદેનના આરાપો લગાવ્યા છે, શેર હોલ્ડર્સનું જે અગ્રીમેન્ટ છે જેમાં ઈન્ડિગો પર ભાટીયાએ અસામાન્ય નિયંત્રણ મેળવ્યું છે તેમણે વધુમાં કહ્યુ કે કંપની પાતાના મૂળ સિધ્ધાંતોથી વિચલીત થઈ રહી છે જે યોગ્ય નથી, જે બળપર અમે અહીયા સુધી પહોચ્યા છે તેને જાળવી રાખવુ હિતાવહ છે,ગંગવાલે પોતે કરેલી ફરિયાદની એક કોપી પ્રધાન મંત્રી નરેન્દ્રમાદીને પણ મોકલાવી છે તે ઉપરાંત નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, નાગર વિમામન મંત્રી હરદિપ સિંહ પુરી ને વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલને પણ આ ફરિયાદની કોપી મોકલી છે
જ્યારે વાત સ્વભાવિક છે કે ઈન્ડિગો દેશ જ નહી પરંતુ દુનિયાભરમાં ખુબજ જાણીતી એરલાઈન્સ છે જે ખુબજ ઝડપથી વિકાસ પામી છે જેમા મુખ્ય ફોર્સ અમેરીરા એવિએશન ઈન્ડસ્ટ્રીઝમાં સોવા આપનાર રાકેશ ગંગવાલનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે ,રાકેશ ગેગવાલના કારણે જ ઈન્ડિગો રેકોર્ડ સંખ્યામાં વ્માનના ઓર્ડર આપ્યા છે ને ભારત દેશમાં તેજીથી પોતાનું સ્થાન બનાવ્યું છે.
રાકેશ ગંગવાલ હમેંશા પડદા પાછળ રહીને કાર્ય કરે છે જ્યારે રાહુલ ભાટીયા ભારતમાં એરસાઈન્સના કામકાજને સંભાળે છે જ્યારે મહત્વની વાત છે કે ગંગવાલ તેજી સાથે આગળ વધવામાં માને છે તો ભાટીયા સતર્કતાથી આગળ વધવામાં માને છે જેને લઈને બન્ને વચ્ચે ધણા સમયથી તકરાર ચાલી રહેલી જોવા મળે છે.
31 માર્ચ, 2019 સુધી ઈન્ડિગો એરસાઈન્સનું સંચાલન કરનાર કંપની ઈંટરગ્લોબ એવિએશનમાં રાહુલ ભાટીયાની 38 ટકા ભાગીદારી છે જ્યારે ગંગવાલની 37 ટકા ભાગીદારી જોવા મળે છે એરલાઈન્સની સ્થાપના ભાટીયા ને ગંગવાલે સાથે મળીને 2006માં કરી હતી જ્યારે કંપનીને 2013માં શેર માર્કેટમાં ઈન્વોલ કરવામાં આવી હતી. જ્યારે હવે આ બાબતને લઈને સિક્યોરેટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ આ ફરિયાદ પત્રનો જવાબ 19 જુલાઈ આપવા જણાવ્યું છે.