- દિલ્હીમાં સ્વદેશી ટેસ્ટ કિટ ફેલુદા લોન્ચ કરાશે
- કોરોનાના પરિક્ષણોની સંખ્યામાં વધારો થશે
- 40 મિનિટમાં કોરોનાનું પરિક્ષણ આવશે
- ટાટા જૂથ એ એપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલના સહયોગથી વિકસાવી
દિલ્હી- : દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, ટાટા જૂથ એ કોરોના પરીક્ષણને વેગ આપવા માટે એપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલના સહયોગથી સ્વદેશી કોરોના ટેસ્ટ કીટ ‘ફેલુદા’ દિલ્હીમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે જેના માધ્યમથી હવે 40 મિનિટમાં કોરોનાનું પરિણામ મળશે.
ફેલુદા પેપર સ્ટ્રીપ ટેસ્ટ કીટને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી દેશભરમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી ચૂકી છે. ટેસ્ટ કિટ્સની પહેલી બેચ દેશની રાજધાની દિલ્હીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, કારણ કે અહીં ફરી એકવાર કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે, કોરોનાનું સંક્રમણ સતત વધતુ જ જાય છે જેની ગતિમાં ઝડપ આવી છે જેના કારણે આ ટેસ્ટ કિટ દિલ્હીમાં પ્રથમ લોન્ચ કરવામાં આવી રહી છે.
‘ટાટા મેડિકલ અને ડાયગ્નોસ્ટિક લિમિટેડ’ એ આ પહેલા જાહેરાત કરી હતી કે પેપર સ્ટ્રીપ કીટને ‘ટાટાએમડી ચેક’ નામ આપવામાં આવશે. જોકે, તેની કિંમત અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ પ્રારંભિક રિપોર્ટ કહે છે કે તેની કિંમત 500 રૂપિયા હોઈ શકે છે.
ફેલુડા ટેસ્ટ કિટ વર્તમાન આરટી-પીસીઆર પરીક્ષણ કરતા ખુબ સસ્તી છે. આ કિટમાંપરિક્ષણ સાચા આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફેલુડા દ્વારા દિલ્હી તથા દેશમાં લોકોના કોરોનાના પરિક્ષણમાં વધારો કરવામાં મદદ મળશે.
સાહીન-