Site icon hindi.revoi.in

પીએમ મોદીના નિવાસ્થાન અને કાફલાની સુરક્ષા માટે નિર્માણ પામી રહ્યું છે સ્વેદેશી ‘ડ્રોન કિલર’

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા બાદ અનેત ઐતિહાસિક નિર્ણયો લીધા છે,અને અમેક મોરચે જીત મેળવી છે, જેને લઈને તેઓ કટ્ટરપંથીઓ ,આતંકી સંગઠનો તથા દેશ પર ખરાબ નજર રાખનારા દુશ્મનોની આંખમાં તેઓ ખુંચતા આવ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં દેશની રક્ષા કરનારા પીએમની સુરક્ષા કડક બને તે ખુબ જ જરુરી છે, ત્યારે હવે પ્રધાનમંત્રીના નિવાસસ્થાન અને કાફલાની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. વડા પ્રધાન મોદીની સુરક્ષા માટે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

આ ડ્રોન કિલર સ્વદેશી તકનીકીથી બનાવવામાં આવ્યું છે અને તેને વડા પ્રધાન મોદીના નિવાસસ્થાન અને કાફલા પર તૈનાત કરવામાં આવશે. આ એન્ટી ડ્રોન સિસ્ટમ દરેક પ્રકારના જોખમથી બચાવવા માટે સ્થાપિત કરવામાં આવશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને એન્ટી ડ્રોન સિસ્ટમ્સના વિકાસ અને નિર્માણની જવાબદારી ભારત ઇલેક્ટ્રોનિક્સને સોંપી છે

આ ખાસ પ્રકારની ડ્રોન સિસ્ટમ સુરક્ષા દળો તૈયાર કરવામાં આવી છે, પરંતુ હવે તેને વડા પ્રધાન મોદીની સુરક્ષા ટુકડીમાં સામેલ કરવામાં આવશે. પાકિસ્તાની આતંકવાદીઓ લાઇન ઓફ કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય લાઇન જમ્મુ-કાશ્મીરમાં શસ્ત્રો મોકલી રહ્યા છે અને આ માટે તેઓ ચીનના વ્યાપારી ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.

ડ્રોન દ્રારા જમ્મુ-કાશ્મીરમાં હથિયારોની આપલે કરવામાં આવી રહી છે,જેમાં પાકિસ્તાન સૈન્ય પણસામેલ છે, આ કાવતરાથી દેશના વડા પ્રધાન મોદી પર ડ્રોનથઈ થતા હુમલાનો ખતરો વધી ગયો છે. ડીઆરડીઓ દ્વારા બે પ્રકારના ડ્રોન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાંથી એક ડ્રોનનું કામ દુશ્મનોના ડ્રોનને નિષ્ક્રિય કરવાનું છે અને બીજા ડ્રોનનું કામ તેને મારવાનું છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન પર એન્ટિ-ડ્રોન સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. આ એન્ટી ડ્રોન સિસ્ટમ્સ રડાર ક્ષમતા સાથે સજ્જ છે જે બેથી ત્રણ કિલોમીટર દૂરથી દુશ્મનનોના ડ્રોનને નિષ્ક્રિય કરે છે.

સાહિન-

Exit mobile version