Site icon hindi.revoi.in

26 નવેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે: રિપોર્ટ

Social Share

દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 4 મેચોની ટેસ્ટ સિરીઝ દરમિયાન પ્રથમ ટેસ્ટ એડીલેડમાં 17 ડિસેમ્બરથી રમશે અને તે ડે-નાઈટ મેચ હશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. રીપોર્ટ મુજબ, એડિલેડ ઓવલમાં ગુલાબી બોલના ટેસ્ટ પછી ‘બોક્સીંગ ડે’ ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થશે.

એવું લાગે છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના એક અઠવાડિયાના અંતર માટે ભારતીય ક્રિકેટ બોર્ડના નિવેદનને સ્વીકારી લીધુ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં 7 જાન્યુઆરીથી થશે, જ્યારે છેલ્લી ટેસ્ટ બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાશે.

ભારત ટેસ્ટ મેચ પહેલા ૩ મેચોની સિરીઝ અને તે જ મેચોની ટી -20 સિરીઝ રમશે. વનડે મેચ કદાચ 26, 28 અને 30 નવેમ્બરના રોજ બ્રિસબેનમાં રમાશે, જ્યારે ટી 20 મેચ 4, 6 અને 8 ડિસેમ્બરે એડિલેડ ઓવલમાં રમાશે.

કોરોના મહામારીના જોખમને ધ્યાનમાં લેતા આ સિરીઝમાં કડક કોરોના નિયમો બનાવવામાં આવશે, કોઈપણ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફને બાયો બબલ તોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાના સભ્યોએ નિર્ધારિત ક્વોરેન્ટાઇન પીરીયડ પૂર્ણ કરવાનો રહેશે.

_Devanshi

Exit mobile version