Site icon hindi.revoi.in

પીઓકેમાં એક્શન મોડમાં ભારત, પાકિસ્તાનને ભારે નુક્સાન

Social Share

અમદાવાદ:  પાકિસ્તાન દ્વારા કાશ્મીર બોર્ડર પર અવાર નવાર સિઝફાયર કરવામાં આવે છે. ભારત દ્વારા પર તેનો સરખો એવો વળતો જવાબ આપવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા શુક્રવારે ફરીવાર સિઝફાયર કરવામાં આવ્યું છે અને ભારતના વળતા જવાબમાં ફરીવાર પાકિસ્તાને ભારે એવું નુક્સાન થયું છે.

પાકિસ્તાને તંગધાર સેક્ટરમાં સિઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય સેનાની ચોકી બાજુ ફાયરિંગ કર્યું હતુ અને ભારતીય સેના દ્વારા આપવામાં આવેલા વળતા જવાબમાં સેનાના જવાનોએ પાકિસ્તાન કબ્જા વાળા કાશ્મીરમાં આવેલા લોંન્ચ પેડ્સને નિશાન બનાવ્યા. ભારતીય સેનાના વળતા જવાબમાં પીઓકેમાં આવેલા પાકિસ્તાનના લોંચ પેડ્સ નષ્ટ થયા છે. પાકિસ્તાનની મીડિયા અનુસાર લેપાઘાટીમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને પાકિસ્તાનમાં કેટલીક બિલ્ડીંગ ઘરાશાયી થયેલી જોવા મળી છે.

મહત્વનું છે કે ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા થોડા દિવસ પહેલા મહત્વની જાણકારી આપવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે એલઓસી પાર 300 જેટલા આતંકવાદી ભારતમાં ઘુસપૈઠ કરવા માટે તૈયાર છે. જો કે ભારતમાં શાંતિનો ભંગ કરનારા આતંકવાદીઓને આપણી ભારતીય આર્મી ઠાર કરી જ રહી છે અને આવનારા દિવસોમાં પણ આતંકવાદી પ્રવૃતિ કરનારાને યોગ્ય રીતે જવાબ આપવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદીઓને લઈને મહત્વની વાત એ જણાવવામાં આવી છે કે તેઓ 15 ઑગષ્ટ સ્વતંત્રતા દિવસ પર હૂમલો કરી શકે છે અને ઘુસણખોરી કરતા અનેક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

_Vinayak

Exit mobile version