Site icon hindi.revoi.in

ભારતની મજબૂત વિદેશનીતિથી પરાસ્ત પાકિસ્તાન, મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનથી ફેરવી નજર

Social Share

અમદાવાદ:  પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારત વિરુદ્ધ અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે પણ જ્યારથી જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને નાબૂદ કરવામાં આવ્યો છે ત્યારથી પાકિસ્તાન ભારતને લઈને વધારે આક્રમક બન્યું છે. ભારત સરકારની સફળ વિદેશનીતિને કારણે આ નિર્ણયને દુનિયાના અનેક દેશોએ આવકાર્યોં છે તો બીજી તરફ ભારતની વિદેશનીતિ સામે પડોશી પાકિસ્તાન પાણી ભરતું થયું છે.

કાશ્મીરને લઈને પાકિસ્તાને મુસ્લિમ દેશો પાસે પણ મદદ માગી પણ પાકિસ્તાનની ચાલથી હવે અન્ય દેશો પણ સતર્ક થઈ ગયા છે અને તે દેશો પણ પાકિસ્તાનની અંતર વધારી રહ્યા છે. ખાડીના દેશો હાલમાં પાકિસ્તાનની વાતની અવગણના કરીને ભારત સાથે મજબૂત સંબંધ બનાવવા આગળ આવી રહ્યા છે.

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાનો, પડોશી દેશમાંથી ભારત આવનાર હિન્દુઓને ભારતીય નાગરિકતા આપવાનો તથા ટ્રીપલ તલાક સહિતના મહત્વના નિર્ણય લઈને તમામ દેશ-વિદેશમાં રહેતા વિરોધીઓને ચોંકાવી દીધા છે અને એટલું જ નહીં પણ ચીનને પણ કડક ભાષામાં જવાબ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ભારતની વિદેશનીતિમાં થયેલા ફેરફાર સકારાત્મક પરિણામો સામે આવી રહ્યાં છે. વિદેશનીતિના જ કારણે વૈશ્વિકમંચ ઉપર ભારતનું કદ વધવાની સાથે ભારત સાથે અંતર રાખનારા મુસ્લિમ દેશો પણ સંબંધ સુધારી રહ્યાં છે. જેનું તાજુ ઉદાહરણ પાકિસ્તાન અને સાઉદી અરબના સંબંધમાં આવેલા ખટાસ હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અત્યાર સુધીમાં છ મુસ્લિમ દેશોએ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માન કર્યું છે. સાઉદી અરબ, યુએઈ, અફઘાનિસ્તાન, બહેરીન, ફિલીસ્તીન અને માલદીવ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું છે.

જો બીજી તરફ જોવામાં આવે તો ભારત વિરોધી નિવોદનોને કારણે પાકિસ્તાનની છબી ખરડાઈ છે. તાજેતરમાં જ સાઉદી અરબના ક્રાઉનપ્રિન્સ મહંમદ બિન સલમાને પાકિસ્તાનના સેના પ્રમુખ બાજવાની સાથે મુલાકાત કરવાનો ઈન્કાર કર્યો હતો. આમ પાકિસ્તાનનું અપમાન કર્યાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે સંબંધમાં આવેલી ખટાસ મુસ્લિમ દેશોના બદલાતા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે. ઈસ્લામિક દેશોમાં સૌથી પાવરફુલ દેશ સાઉદી અરબને માનવામાં આવે છે.

પાકિસ્તાન ઈસ્લામિક સહયોગ સંગઠનનું સભ્ય છે. આ સંગઠનમાં દુનિયાના તમામ ઈસ્લામિક દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંગઠનમાં વસતીના આધારે ઈન્ડોનેશિયા બાદ પાકિસ્તાન બીજા નંબર છે. એટલું જ નહીં પાકિસ્તાન પરમાણુ શક્તિ ધરાવતું એકમાત્ર મુસ્લિમ દેશ છે. જેથી અન્ય મુસ્લિમ દેશ પાકિસ્તાન સામે બાંયો ચડાવવાનું ટાળતા આવ્યાં છે. જો કે, હવે પરિસ્થિતિ બદલાઈ છે.

ભારત મુદ્દે પાકિસ્તાન અને સાઉદી અરબ સામ-સામે આવી ગયાં છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દે સાઉદી અરબ ભારતનો વિરોધ કરે તેવી ઈચ્છતું હતું. જો કે, સાઉદી અરબે પાકિસ્તાનને સમર્થન આપ્યું ન હતું. જેથી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મદમૂદ કુરેશીએ સાઉદી અરબની સામે આકરા પ્રહાર કર્યાં હતા. ત્યાર બાદ બંનેના સંબંધોમાં તીરાડ પડી હતી. તે પછી જ સાઉદી અરબ દ્વારા પાકિસ્તાન પાસે રૂ. 7500 કરોડનું દેવું પાછુ માંગ્યું હતું. જેથી પાકિસ્તાને પોતાના આકા ચીન પાસે મદદ માંગી હતી.

પાકિસ્તાને કાશ્મીર મુદ્દે અરબ રાષ્ટ્ર સમક્ષ ઉઠાવ્યો હતો. જો કે, અહીં પણ ભારતની વિદેશ નીતિ સફળ રહી હોય તેમ અરબ રાષ્ટ્રે પણ ભારતને સમર્થન આપ્યું હતું. આમ પાકિસ્તાન હવે અરબના દેશોથી અલગ થઈ રહ્યું છે. તેમજ મુસ્લિમ દેશો પણ પાકિસ્તાનથી હવે અંતર બનાવી રહ્યાં છે.

_Vinayak

Exit mobile version