1. Home
  2. revoinews
  3. ચીનની 59 એપ ઉપર પ્રતિબંધ મુકીને ભારતનો ચીનને આર્થિક મોરચે જડબાતોડ જવાબ !
ચીનની 59 એપ ઉપર પ્રતિબંધ મુકીને ભારતનો ચીનને આર્થિક મોરચે જડબાતોડ જવાબ !

ચીનની 59 એપ ઉપર પ્રતિબંધ મુકીને ભારતનો ચીનને આર્થિક મોરચે જડબાતોડ જવાબ !

0

દિલ્હીઃ સીમા ઉપર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે ચીનની એક બે નહીં પરંતુ 59 જેટલી એપ ઉપર પ્રતિબંધ મુકીને ચીનની મોબાઈલ એપ્સને આંતરિક સુરક્ષા માટે જોખમી ગણાવી છે. તેમજ ચીનની મોબાઈલ એપ્લિકેશન મારફતે યૂઝર્સનો ડેટા ચોરી કરીને તેને ભારત બહાર સ્થિત સર્વર પર ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતો હતો. તેમજ આ એપ્સ દ્વારા ભેગી કરેલી માહિતીનો ઉપયોગ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી કરતી હોવાના આરોપ લાગ્યાં હતા. આમ ભારતે ચીનની 59 જેટલી મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુકીને દુનિયાના વિવિધ દેશનો આ મોબાઈલ એપ્લિકેશનથી સાવધાન કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ભારતે ચીનને આર્થિક મોરચે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.  

ભારત સરકારે ઐતિહાસિક પગલું ભરતા ટિકટોક, યુસી બ્રાઉસર, સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે ચીનની મોબાઈલ એપ્સને દેશની બહારની અને આંતરિક સુરક્ષા સામે મોટું જોખમ ગણાવીને આ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. આમ હવે ભારતીયો હવે આ ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરી શકે. ભારત સરકારના ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રાલયના અધિકૃત નિવેદન મુજબ તેમને અનેક ફરિયાદો મળી હતી જેમાં કહેવાયું હતું કે આ એપ્સનો દૂરઉપયોગ થઈ રહ્યો છે. આ એપ્સ યૂઝર્સનો ડેટા ચોરી કરીને , તેમને ભારત બહાર સ્થિત સર્વર પર ગેરકાયદેસર રીતે મોકલે છે. ચીનની આ તમામ એપ્સ ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે જોખમ બની ચૂકી હતી. આ પગલું કરોડો ભારતીય મોબાઈલ અને ઈન્ટરનેટ યૂઝર્સના હિતોની રક્ષા કરશે. 

આ ઉપરાંત દુનિયાભરના દેશોને ચાઈનીઝ એપ વિરુદ્ધ સાવધાન કરવાનો પ્રયાસ કર્યો છે. ચાઈનીઝ એપનો નશો અફીણની જેમ ખતરનાક છે. ચાઈનીઝ એપ પર જો વપરાશકાર નિર્ભર થઈ ગયા તો પછી તમને ચીનથી કોઈ બચાવી શકશે નહીં. ચાઈનીઝ એપ પર એવા પણ આરોપ લાગે છે કે આ એપ્સ દ્વારા ભેગી કરેલી માહિતીનો ઉપયોગ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી કરે છે. તેમજ ભારત સરકારના આ નિર્ણયથી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મદદ મળશે. આ ઉપરાંત ભારતે આવું કડક પગલું ભરીને ચીનને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે જો તે ભારત વિરુદ્ધ કોઈ પગલું ભરશે તો તેને સૈન્ય મોરચા સાથે આર્થિક મોરચે પણ જડબાતોડ જવાબ મળશે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.