Site icon hindi.revoi.in

કર્ણાટકમાં દેશના સૌથી મોટા કોવિડ સેન્ટરને કરાશે બંધ

Social Share

મુંબઈઃ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કર્ણાટકના બેંગ્લુરૂમાં કાર્યરત દેશના સૌથી મોટા કોવિડ સેન્ટરને બંધ કરવાનો કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે. હોમ ક્વોરોન્ટાઈનની સુવિધા બાદ કોવિડ સેન્ટરમાં દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ કોવિડ સેન્ટરમાં દસ હજાર બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીમાં દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. બેંગ્લુરૂમાં પણ કોરોનાના ઓછા અને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે દસ હજારની બેટની સુવિધા સાથે કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું. દરમિયાન હોમ કોરોન્ટાઈનની સુવિધા બાદ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો. તેમજ કોરોનાના સામાન્ય લક્ષણો જણાય તો ઘરે જ આઈસોલેટ થવાનું પસંદ કરે છે. જેના કારણે કોવિડ સેન્ટરમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રીની આગેવાનીમાં મળેલી બેઠકમાં આ કોવિડ સેન્ટરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા. 15મી સપ્ટેમ્બરના રોજ કોવિડ સેન્ટરને બંધ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 99 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. જ્યારે 6 હજાર વ્યક્તિઓના આ મહામારીમાં મોત થયાં હોવાનું જાણવા મળે છે.

Exit mobile version