Site icon hindi.revoi.in

ભારતીયોએ બુલેટ ટ્રેન માટે વધારે જોવી પડી શકે રાહ, આ છે કારણ

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ યોજનાને કોરોના મહામારીને કારણે અસર થઈ છે. આ વર્ષે જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં જાપાનની કંપનીઓ પણ ઓછો રસ દાખવતી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ યોજનામાં વધારે ખર્ચની સાથે હવે જાપાનનું ફર્મ પણ ઓછો રસ દાખવતું હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં જાપાનની કંપનીઓએ આ પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયામાં ઓછો રસ દાખવ્યો હોવાનું જાણવા મળે છે. આમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ યોજના જમીન સંપાદનથી લઈને અનેક સમસ્યાનો સામનો કરી રહી છે. જેથી આ પ્રોજેક્ટ પાંચ વર્ષ મોડો પૂર્ણ થાય તેવી શકયતા છે.

દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું નિર્માણ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન કરી રહ્યું છે. તેણે આ પરિયોજનામાં જાપાનને સામેલ કર્યું છે. અત્યાર સુધીમાં આ યોજના માટે 63 ટકા જમીન સંપાદન કરાઈ છે. ગુજરાતમાં લગભગ 77 ટકા, દાદરા નગર હવેલીમાં 80 ટકા અને મહારાષ્ટ્રમાં 22 ટકા જમીન સંપાદન કરાઈ છે. તંત્ર દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. બીજી કોર્પોરેશને પાછલા વર્ષે લોક નિર્માણના 9 ટેન્ડર મગાવ્યા હતા. પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે તે ખુલ્યા નથી.

જો કે ઉલ્લેખનીય છે કે ભારત માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખુબ મહત્વનો છે અને આ પ્રોજેક્ટથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે વેપારીક દ્રષ્ટીએ અનેકગણો ફાયદો થવાની પણ સંભાવના છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ થનારો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આર્થિક રીતે પણ ફાયદાકારક છે.

Exit mobile version