દિલ્હીઃ ભારતીય સેના આજે ચીનની સેનાને તેમની દરેક ખોટી હરકતો પર જડબાતોડ જવાબ આપી રહી છે ત્યારે એક એવા સમાચાર આવી રહ્યા છે જે ચીની સેનાની ઉંઘ હરામ કરી દે એવા છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદમાં ભારતીય સેનાનો સાથ આપવા માટે ભારતની પ્રજા એટલે કે બોર્ડર પર રહેતા લોકો મદદે આવી રહ્યા છે અને જીવન જરૂરીયાત વસ્તુઓ પહોંચાડી રહ્યા છે.
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. તેમજ સીમા ઉપર બંને દેશમાં જવાનોને ખડકી કેવામાં આવ્યાં છે. લદ્દાખના ચુશુલ ગામના લોકો પોતોના ગામને ચીનના નિયંત્રણમાં આવતા બચાવવા માટે ભારતીય સેનાને મદદ કરી રહ્યાં છે. બ્લેક ટોપથી ઓળખાતી હિમાલય પર્વની ટોચ ઉપર યાત્રા કરતા પણ અચકાતા નથી. ગામની મહિલાઓ સહિત 100થી વધારે લોકો ચોખાની બોરીઓ સહિતની જીવનજરૂરી વસ્તુઓ લઈને બ્લેક ટોપ તરફ જઈ રહ્યાં છે. અહીં ભારતીય સેનાના અનેક જવાનો ટેંટ લગાવી રહ્યાં છે અને ઘુસણખોરી કરતી ચીનની સેનાને તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સીમા વિવાદને પગલે ચાલુ વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ભારતીય જવાનો એલએસી ઉપર ફરજ બજાવશે. બ્લેક ટોપમાં શિયાળામાં તાપમાન શૂન્ય ડિગ્રીથી પણ ઓછું થઈ જાય છે. ગ્રામીણોને ડર છે કે, શિયાળાની કડકડતી ઠંડીમાં તૈનાત ભારતીય જવાનોને મદદ નહીં કરીએ તો તેમનું ગામ ચીનના નિયંત્રણમાં આવી શકે છે. જેથી પોતોના ગામને સુરક્ષીત રાખવા માટે ચુશુલ ગામના લોકો આગળ આવ્યાં છે.
ચુશુલના 28 વર્ષીય ટેરસિંગના જણાવ્યું હતું કે, અમે ભારતીય સેનાને તેમની પોસ્ટ તુરંત સુરક્ષિત કરવામાં મદદ કરવા માંગીએ છીએ. જેથી જવાનોને અમે જરૂરી સમાન પુરો પાડવામાં મદદ કરી રહ્યાં છે. ભારતીય સેનાને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવા પ્રયાસો અમે કરી રહ્યાં છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે. લદ્દાખના ચુશિલ વિસ્તારમાં પેંગોંસત્સો સહિતના અનેક વિસ્તારોમાં સંઘર્ષની સ્થિતિ ઉભી થઈ છે. જો કે, બંને દેશો વચ્ચે હાલ વાટાઘાટો ચાલી રહી છે. ભારતે ગાલવાન ઘાટીમાં થયેલી હિંસક હુમલા બાદ બંને દેશો વચ્ચે હથિયાર ઉપયોગ નહીં કરવાના શરતમાં પણ ફેરફાર કર્યો છે.